રિઝલ્ટ બાદ બજારમાં ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીમાં વૃધ્ધિ દેખાઇ

PC: videoblocks.com

વિધાનસભા ઇલેક્શન પરિણામો પર શેરબજારે પરિપક્વતાનું પ્રદર્શન કર્યુ છે. ત્રણ મોટા પ્રદેશોમાં બીજેપીની સત્તાની બહાર હોવા છતા બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજના 31 શેરોનો સંવેદી સૂચકઆંક સેન્સેક્સ 127.83 અંક એટલેકે 0.36 ટકાના ઉછાળા સાથે 35,277.84 પર ખુલ્યા હતા. ત્યાંજ નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેરનો સંવેદી સૂચકઆંક નિફ્ટી 41.85 અંક એટલેકે 0.40% વૃધ્ધિની સાથે 10,591 પર ખુલ્યો. ઉર્જીત પટેલના પદ છોડ્યા બાદ આરબીઆઇને શશિકાંત દાસના રૂપમાં મળેલ નવા ગવર્નરથી બેંકિંગ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

9:24 વાગે સેન્સેક્સ પર 28 શેરોમાં વૃધ્ધિ અને બે શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો જ્યારેકે એક શેરનો ભાવ બદલવામાં આવ્યો નથી. ત્યાંજ નિફ્ટી પર 44 શેરમાં ઉછાળો જ્યારે 6 માં ઘટાડો નોંધવામાં આવ્યો. સાડા નવ વાગ્યા સુધી સેન્સેક્સના જે શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. તેમાં યસ બેંક 4.23 ટકા, હિરો મોટોકોર્પ 2.71 ટકા, ભારતી એરટેલ 2.45 ટકા, ટાટા સ્ટિલ 1.78 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.53 ટકા સુધી મજબૂત થયા હતા.

સાડા નવ સુધી સેન્સેક્સના તમામ 31 શેર ગ્રીન સિગ્નલમાં જોવા મળ્યા, ત્યાંજ નિફ્ટીના ત્રણ શેર ડો. રેડ્ડી (1.06%), હિન્દુસ્તાન પેટ્રો (0.32%), ટાઇટન (0.09%) અને કોલ ઇન્ડિયા (0.04%)માં ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન નિફ્ટીના તમામ સેક્ટોર ઇન્ડાઇસીસ ગ્રીન સિગ્નલમાં ગયા છે. નોંધનીય છે કે મંગળવારે વિધાનસભા ઇલેક્શન પરિણામોના દિવસે શેરબજાર શરૂઆતી કારોબારમાં 500 અંક સુધી તૂટ્યો હતો. પરંતુ તે બાદ તેમાં રિકવરી જોવા મળી અને ફરી સેન્સેક્સ 190.29 અંક (0.54%) અને નિફ્ટી 69.50 અંક (0.66%) ટકાની મજબૂતી સાથે ક્રમશ: 35150.01 અને 10557.95 પર બંધ થયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp