ઘટાડામાં ખુલ્યુ શેરબજાર, સેન્સેક્સ 47 તો નિફ્ટી 41 પોઇન્ટ ડાઉન

PC: economictimes.indiatimes.com

કારોબારી સત્રના ત્રિજા દિવસે બુધવારે શેરબજાર ઘટાડામાં ખુલ્યું હતું. BSEનો 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂંચકઆક સેન્સેક્સ 47.44 અંકોના ઘટાડા સાથે 36.198.13 પર બંધ રહ્યો હતો .ત્યાંજ નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકઆંક નિફ્ટી 41.25 અંકના ઘટાડા સાથે 10868.85 પર ખુલ્યો હતો. સવારે સાડા નવ વાગે BSE 106.85 અંક કે 0.21 ટકાના ઘટાડા સાથે 36178.00 તો NSE 37.35 અંક કે 0.34 ટકાના ઘટાડા સાથે 10.872.75 પર કારોબાર કરી રહ્યા હતા .

વર્ષના પહેલા દિવસે મંગળવારે શેરબજાર વૃધ્ધિ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 186.24 અંક વધીને 36254.57 પર જ્યારે નિફ્ટી 47.55 અંક ની વૃધ્ધિ સાથે 10,910.10 પર બંધ થયો હતો. શરૂઆતી કારોબારમાં બીએસઇ પર છ કંપનીઓને ગ્રીન સિગ્નલ પર તો 25 કંપનીઓ લાલ નિશાન પર કામ કરી રહી હતી. જ્યારેકે ટાટા સ્ટિલમાં સર્વાધિક 2.07 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.01 ટકા, વેદાંતા લિમીટેડમાં 1.88 ટકા, ONGCમાં 1.28 ટકા અને ટાટા મોટર્સમાં 1.28 ટકાનો ઘટાડો નોંધવામાં આવેલ છે.

એનએસઇ પર શરૂઆતી કારોબારમાં 13 કંપનીઓ ગ્રીન સિગ્નલ પર તો 37 કંપનીઓ લાલ નિશાન પર કારોબાર કરી રહી હતી. વિપ્રોના શેરમાં 1.35 ટકા, ઇંફ્રાટેલમાં 1.26 ટકા, ટેક મહિન્દ્રામાં 1.21 ટકા, ટીસીએસમાં 0.86 ટકા, યસ બેંકમાં 0.76 ટકા સુધીની વૃધ્ધિ જોવા મળી. ત્યાંજ આયશર મોટર્સમાં સર્વાધિક પાંચ ટકા, JSW સ્ટિલમાં 2.70 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.50 ટકા , હિંદાલ્કોમાં 2.20 ટકા અને ટાટા સ્ટિલમાં 2.14 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp