બુલરનમાં ખૂલ્યું શેરબજાર, સેન્સેક્સ 202 તો નિફ્ટીમાં 54 અંકનો ઉછાળો

PC: netdna-ssl.com

કારોબારી સત્રના પહેલા દિવસે સોમવારે શેરબજાર વૃધ્ધિ સાથે ખુલ્યુ હતું. બીએસઇનો 31 કંપનીઓના શેર પર આધારીત સંવેદી સૂચકઆંક સેન્સેક્સ 202.39 અંકોની વૃધ્ધિ સાથે 36,396.69 પર ખુલ્યો હતો. ત્યાંજ નેશનલ સ્ટોક એક્સચેંજના 50 કંપનીઓના શેર પર આધારીત સંવેદી સૂચકઆંક નિફ્ટી 54.01 અંકોની વૃધ્ધિ સાથે 10930.10 પર ખુલ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 23.89 અંકની વૃધ્ધિ સાથે 36194.30 જ્યારે નિફ્ટી 22.05 અંક ની વૃધ્ધિ સાથે 10880.75 પર બંધ રહ્યો હતો.

શરૂઆતી કારોબારમાં વેદાંતી લિમીટેડના શેરમાં 3.91 ટકા, ટાટા સ્ટિલમાં 2.84 ટકા, એનટીપીસીમાં 2.47 ટકા, હિંદુસ્તાન યુનીલિવર લિમીટેડમાં 1.78 ટકા તો કોલ ઇન્ડિયામાં 1.62 ટકાની વૃદ્ધિ જોવા મળી. ત્યાંજ સનફાર્માના શેરમાં 8.85 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 0.78 ટકા, ટાટા મોટર્સ ડિવીઆરમાં 0.75 ટકા, યસ બેંકમાં 0.62 ટકા, તો ટાટા મોટર્સ ડિવીઆરમાં 0.75 ટકા, યસ બેંકમાં 0.62 ટકા, તો ટાટા મોટર્સમાં 0.52 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ત્યાંજ જો વાત કરવામાં આવે તો એનએસઇ પર હિંદાલ્કોના શેરમાં 4.02 ટકા, વેદાંતા લિમીટેડમાં 3.80 ટકા, ટાટા સ્ટિલમાં 3.02 ટકા, જેએસડબલ્યુ સ્ટિલમાં 2.66 ટકા અને ઇંડિયા બુલ હાઉસીંગ ફાઇનાન્સમાં 2.35 ટકા સુધીની વૃધ્ધિ જોવા મળી હતી. જ્યારે કે સનફાર્માના શેરમાં 9.09 ટકા, હિંદુસ્તાન પેટ્રોલિયમમાં 2 ટકા, આયશર મોટર્સમાં 1.21 ટકા, બીપીસીએલમાં 0.89 ટકા તો આઇઓસીમાં 0.74 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp