સામાન્ય વધારા સાથે ખૂલ્યું બજાર, સેન્સેક્સ 49 તો નિફ્ટી 3 અંક ઉછળ્યો

PC: dnaindia.com

કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેરબજાર વૃધ્ધિ સાથે ખુલ્યુ હતું. બીએસઇનો 31 કંપનીઓના શેર પર આધારીત સંવેદી સૂચકઆંક સેન્સેક્સ 49.48 અંકોની વૃધ્ધિ સાથે 36241 પર ખુલ્યો. ત્યાંજ નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 કંપનીઓના શેર પર આધારીત સંવેદી સૂચકઆંક નિફ્ટી 3.35 અંકોના સામાન્ય ઉછાળા સાથે ખુલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 46.70 અંકોની વૃધ્ધિ સાથે 36241 પર અને નિફ્ટી 7.00 અંકોની વૃધ્ધિ સાથે 10883.75 પર બંધ રહ્યો હતો.

સવારે 9.25એ બીએસઇ 98.82 અંકોના ઘટાડા સાથે 36.142.18 પર કારોબાર રહ્યો હતો. જ્યારે એનએસઇ 21.65 અંકોના ઘટાડા સાથે 10862.10 પર કારોબાર કરી રહ્યો હતો. આ સમયે બીએસઇની 11 કંપનીઓમાં લેવાલી જ્યારે 20 કંપનીઓના શેરમાં વેચવાલી ચાલી રહી છે. ત્યાંજ એનએસઇ પર 24 કંપનીઓના શેરમાં લેવાલી અને 26 કંપનીઓના શેરમાં વેચવાલી નોંધવામાં આવી છે.

શરૂઆતી કારોબારમાં બીએસઇ પર યસ બેંકના શેરમાં 1.91 ટકા, ટાટા મોટર્સ ડિવીઆરમાં 1.73 ટકા, ઓએનજીસીમાં 1.68 ટકા, ટાટા મોટર્સમાં 1.51 ટકા અને કોલ ઇન્ડિયામાં 1 ટકા સુધીની 1 ટકા સુધીની વૃધ્ધિ જોવા મળી ત્યાંજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 2.27 ટકા, એચડીએફએસમાં 1.73 ટકા, એનટીપીસીમાં 1.31 ટકા, ભારતી એરટેલમાં 1.06 ટકા અને એચડીએફસી બેંકમાં 0.97 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

એનએસઇ પર ONGCના શેરોમાં 1.86 ટકા, ટાટા મોટર્સમાં 1.60 ટકા, યસ બેંકમા 1.57 ટકા, ડો. રેડ્ડીઝમાં 1.47 ટકા અને યુપીએલમાં 1.31 ટકાની વૃધ્ધિ જોવા મળી. ત્યાંજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.93 ટકા, એચડીએફસીમાં 1.50 ટકા, એનટીપીસીમાં 1.04 ટકા, ભારતી એરટેલમાં 1.02 ટકા એચડીએફસી બેંકના શેરમાં 0.92 ટકાનો ઘટાડો નોધવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp