શેર માર્કેટના બાજીગરે આ ફોર્મ્યુલાથી મેળવી છે શેરની 100 ગણી રિટર્ન કિંમત

PC: livemint.com

શેર બજારની ઊતાર-ચઢાવથી દરેકને ડર લાગતો હોય છે, પંરતુ એવા ઘણા વ્યક્તિઓ પણ છે જે મોટો નફો મેળવવા માટે હવાની ઊંધી દિશામાં જવાનું પસંદ કરે છે. મતલબ સાફ છે કે માર્કેટ નીચું જાય તો શેરની ખરીદી કરવી. આવું કરનાર વ્યક્તિનું નામ છે શંકર શર્મા. તેઓ શેર માર્કેટના જાણીતા રોકાણકાર તો છે જ, સાથે તે સિટી બેંકમાં પણ જોબ કરી ચૂક્યા છે. હાલમાં શંકર શર્માએ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પોતે એવા શેર પસંદ કરે છે, જેમાં કોઈને રસ હોતો નથી. તેમનું કહેવું છે કે કોઈ પણ સેક્ટરની નબળી કંપનીઓમાં રોકાણ કરવું વધારે સારું છે.

શર્માએ વર્ષ 2000માં જ એમેઝોન અને એપલ જેવા શેરમાં પૈસા લગાવ્યા હતા. આ કંપનીઓ અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ રિટર્ન આપી ચૂકી છે. તમે તેને કિસ્મત અથવા રોકાણની આવડત કહી શકો છો. IPOમાં કરવામાં આવેલા રોકાણમાં પણ તેમને ઘણા ટકાનું રિટર્ન મળ્યું છે, તો ચાલો જોઈ લઈએ તેમની સ્ટ્રેટેજી.

માર્કેટના આ સમયમાં જ્યાં મોટાભાગના રોકાણકારો લાર્જકેપ શેર પર પોતાનો દાવ રમતા હોય છે, ત્યારે શર્મા સ્મોલ કેપ શેરમાં રોકાણ કરવામાં વ્યસ્ત છે. માર્કેટમાં હાલની સ્થિતિમાં સ્મોલકેપ શેરોને જ સૌથી વધુ નુકસાન થયું છે. પરંતુ શર્માના કહેવા પ્રમાણે આ કંપનીઓ આ વર્ષે સારું પ્રદર્શન કરશે.

શંકર શર્મા શેરને પસંદ કરવાનો અંદાજ બીજાથી ઘણો અલગ છે. તે કહે છે કે મુશ્કેલીઓથી લડી રહેલા સેક્ટર તેમને આકર્ષિત કરે છે. જે સેક્ટરમાં સમસ્યા હશે, તેમાં તે રોકાણ કરશે. સાથે જ બાકીના એ સેક્ટર માટે નકારાત્મક હોવું તેમને તેમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરે છે.

તેમનું કહેવું છે કે તે એવી કંપનીમાં રોકાણ કરે છે, જેમાં સંસ્થાકીય રોકાણ ન કરવા બરાબર હોય. તેના પગલે જ તેમણે 2002માં એમેઝોનના શેરને 10 ડોલરના ભાવ પર ખરીદ્યા હતા, જેની કિંમત આજે 100 ગણી વધી ગઈ છે. તેવી જ રીતે એપલમાં પણ તેમણે રોકાણ કર્યું હતું.

ધનબાદમાંથી અભ્યાસ કર્યા પછી શંકર શર્માએ ચંદીગઢની ડીએવી કોલેજમાંથી ભણતર પૂરું કર્યું અને તેના પછી તેમણે ફિલીપાઈન્સમાંથી એમબીએ કર્યું છે. તેઓ ફર્સ્ટ ગ્લોબલ નામની કંપનીના સહ-સંસ્થાપક અને મુખ્ય વૈશ્વિક રણનીતિકાર છે. તેમણે 1980ના દશકમાં એશિયન હોટેલના IPOમાં 2500 રૂપિયા સાથે રોકાણ કરવાની શરૂઆત કરી હતી અને થોડા સમયમાં આ શેરની કિંમતમાં 10 ઘણું રિટર્ન આપ્યું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે સિટી બેંકમાં નોકરી શરૂ કરી હતી. 1990માં નોકરી છોડીને તેમણે ગ્લોબલ ફર્સ્ટ નામની કંપનીની શરૂઆત કરી હતી અને છેલ્લા 28 વર્ષથી તેઓ શેરમાં રોકાણ અને વિશ્લેષણ તરીકેનું કામ કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp