આ બે સેક્ટરના શેરો સેન્સેક્સને ઉંચે લઇ ગયા, 620 પોઇન્ટ વધ્યો

PC: https://tradebrains.in

1લી ડિસેમ્બર, બુધવારે શેરબજારની શરૂઆત તેજીથી થઇ અને બજાર બંધ થયું ત્યારે બીએસઇ સેન્સેક્સ 620 પોઇન્ટ અને એનએસઇનો નિફ્ટી 183 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. બેકિંગ અને ઓટો સેકટરમાં ભારે લેવાલીને કારણે શેરબજાર ઉપર ગયું હતુ.

 બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)નો સેન્સેક્સ  બુધવારે 57,365.85 પર ખુલ્યો હતો. દિવસમાં ઉંચી સપાટી 57,846.45એ સ્પર્શીને નીચામાં એક તબક્કે 57,346.78 સુધી ગયો હતો, જો કે અંતે 620 પોઇન્ટના વધારા સાથે સેન્સેક્સ 57,684.79 પર બંધ રહ્યો હતો.મંગળવારે સેન્સેકસ 57,064.87 પર બંધ હતો.

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)ના નિફ્ટીમાં પણ ખાસ ઉતાર ચઢાવ જોવા મળ્યો નહોતો. નિફ્ટી 17,104.40 પોઇન્ટ પર ખુલીને ઉંચામાં17213.05 અને નીચામાં 17,064.25 સુધી ગયો હતો.  અંતે 183.70 પોઇન્ટના વધારા સાથે નિફ્ટી 17166.90 પર બંધ રહ્યો હતો.

 બુધવારે બેકિંગ શેરોમાં ખાસ્સી લેવાલી હતી, ખાસ કરીને સેન્સેક્સમાં ઇંડસઇન્ડ બેંકનો ભાવ 5.73 ટકા વધ્યો હતો, એ પછી એક્સિસ બેંક અને એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી, બજાજ ફિનસર્વ અને એચડીએફસી બેંકના શેરો ગ્રીન ઝોનમાં હતા.

BSE-30 સેન્સેક્સના 22 શેરો ગ્રીન ઝોનમાં હતા, મતલબ કે 22 કંપનીઓના શેરોના ભાવ વધવા તરફી રહ્યા હતા, જયારે 8 શેરો રેડ ઝોનમાં હતા. ફાર્મા શેરોમા ડો. રેડ્ડીઝ લેબોરેટરી અને સનફાર્માંના ભાવ તુટ્યા હતા. અલ્ટ્રાસીમેન્ટનો ભાવપણ ઘટ્યો હતો.

નિફ્ટી પર સૌથી વધારે વધનારો શેર ઇંડસ ઇન્ડ બેંક હતો. એ પછી જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ અને એક્સિસ બેંકના શેરોએ બાજી મારી હતી. જો કે તેની સામે સિપ્લાનો શેર 4.42 ઘટીને બંધ રહ્યો હતો.

શેરબજારના જાણકારોના કહેવા મુજબ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમીક્રોનને કારણે વૈશ્વિક શેરબજાર પર મિશ્ર અસર જોવા મળી રહી છે. રોકાણકારો પણ સાવધાની રાખી રહ્યા છે અને શેરબજારને બદલે સુરક્ષિત જગ્યાએ રોકાણ વાળી રહ્યા છે. જો કે ભારતીય શેરબજારમાં ડિસઇન્વેસ્ટમેન્ટ સેગમેન્ટના PMI ઇન્ડેક્સ, જીડીપીના પ્રોત્સાહક આંકડા, વધી રહેલા જીએસટી કલેકશન અને કોર ઇન્ડસ્ટ્રીઝની ગ્રોથને કારણે શેરબજાર ઓમીક્રોનનો આંચકો પચાવી ગયું છે.

શેરબજારના જાણકારોનું કહેવું છે કે બજારમાં અત્યારે ઓવરસોલ્ડ પોઝિશન  લાગી રહી છે, મતલબ કે જયારે બજાર તુટયું હતુ ત્યારે લોકોએ મોટા પાયે વેચાણ કરી દીધું હતું, હવે બજાર સુધરવા માંડશે તો એ વેચાણ કરેલા શેરોનું કવરિંગ નિકળી શકે તો બજાર ઉપર જઇ શકે તેમ છે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp