એર સ્ટ્રાઈકથી શેરબજારમાં કડાકોઃ 350 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

PC: khabarchhe.com

ભારતીય વાયુસેનાના મીગ વિમાનો દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બોર્ડર પાર કરીને બોમ્બમારો કરવામાં આવ્યો છે. આ એર સ્ટ્રાઈકથી દેશના શેર બજારમાં વિપરીત અસર જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં 350 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ નિફ્ટીમાં 100 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે.

આજે સવારે એશિયાઈ બજારોમાં ઘટાડાને પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલના સમયમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ 265 પોઈન્ટના ઘટાડા સાથે 35948 પોઈન્ટ આવી ગયું છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ 81 પોઈન્ટના ઘટાડા સાથે 10798 પોઈન્ટ નીચે આવી ગયું છે. આ અગાઉ સેન્સેક્સ 12.40 અને નિફ્ટી 25.75 પોઈન્ટના ઘટાડા સાથે બજાર ખુલ્યાં હતાં.

આજે બેંકિંગ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક એક્સચેન્જ 26012 તથા બેંક નિફ્ટી 216.25 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યાં છે. સાથે જ ઓટો, કેપિટલ ગુડ્ઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, હેલ્થકેર,આઈટી, મેટલ, તેલ અને ગેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp