બજેટ બાદ શેરબજારના ધોવાણનો દોર ચાલુ, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો

PC: dnaindia.com

શેરબજારને મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ પસંદ નથી આવી રહ્યું. રિપોર્ટ અનુસાર, શુક્રવારે શેરબજારમાં મોટા ઘટાડા બાદ સોમવારે પણ બજારમાં ભાગદોડ જોવા મળી. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 400 અંક કરતા વધુ તૂટી ગયો, જ્યારે નિફ્ટી 125 અંક નીચે આવી ગયો. સેન્સેક્સ 39080ના સ્તર પર આવી ગયો. જ્યારે નિફ્ટી 11 હજાર 630 પર ટ્રેક કરી રહ્યું છે.

ગત અઠવાડિયાના અંતમાં સામાન્ય બજેટ 2019-20ની જાહેરાત પર ઘરેલૂ શેર બજારની તાત્કાલિક પ્રતિક્રિયા નિરાશાજનક રહી. કારોબારના અંતમાં સેન્સેક્સ 394.67 અંક નીચે આવવાની સાથે 39513.39ના સ્તર પર રહ્યો. જ્યારે નિફ્ટી 135.60 અંક કમજોરી સાથે 11811.15ના સ્તર પર બંધ થયું. જણાવી દઈએ કે, નાણા મંત્રી નિર્મલા સીતારમને મોદી સરકારના બીજા કાર્યકારળનું પહેલું સામાન્ય બજેટ 2019-20 શુક્રવારે લોકસભામાં રજૂ કર્યું હતું.

આ અઠવાડિયે મંગળવારે દેશની પ્રમુખ IT કંપની ટાટા કન્સલટન્સી એટલે કે TCS ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ત્રણ મહિના, એપ્રિલ-જુનના પોતાના પરિણામોને ચાલુ રાખી શકે છે. તેમજ અઠવાડિયાના અંતમાં શુક્રવારે વધુ એક મોટી IT કંપની Infosys પોતાના પરિણામોની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનના મે મહિનાના આંકડા પણ શુક્રવારે જાહેર થવાની સંભાવના છે. આ દિવસે ગત જુનના મોંઘવારીના આંકડા જાહેર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp