શેરબજારમાં તેજી, સેન્સેક્સ 40 હજારની નજીક

PC: cloudfront.net

આર્થિક સર્વેક્ષણના રિપોર્ટ પહેલા ગુરુવારે ભારતીય શેર બજારની શરૂઆત સારી થઈ છે. વ્યવસાયની શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 75 અંક મજબૂત થઈને 39920ના સ્તર પર પહોંચી ગયો. આ જ રીતે નિફ્ટી આશરે 30 અંકના વધારા સાથે 11945ના સ્તર પર આવી ગયું. બજારની તેજીને જોતા એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સેન્સેક્સ 40 હજારના જાદુઈ આંકડાને ફરી એકવાર પાર કરી જશે. તેમજ નિફ્ટી પણ 12 હજારના સ્તર પર રહી શકે છે.

જણાવી દઈએ કે, મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલું આર્થિક સર્વેક્ષણ આજે એટલે કે ગુરુવારે સંસદમાં રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમન સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે. આર્થિક સર્વે રિપોર્ટને બજેટના એક દિવસ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવે છે.

આ અગાઉ બુધવારે પણ શેર બજારમાં ઉતાર-ચડાવ જોવા મળ્યો. જોકે, સતત ત્રીતા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા. સેન્સેક્સ છેલ્લા સત્રની સરખામણીમાં 22.77 અંક એટલે કે 0.06 ટકાના વધારા સાથે 39 હજાર 839 પર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 6.45 અંકો એટલે કે 0.05 ટકા વધારા સાથે 11 હજાર 916 પર રહ્યો.

ઉલ્લેખનીય છે કે, રોકાણકારોની નજર હાલ બજેટ પર ટકી છે. નિવેશકો એ વાતની આશા રાખી રહ્યા છે કે સરકાર પોતાના બીજા કાર્યકાળ પહેલા સામાન્ય બજેટમાં અર્થવ્યવસ્થા પર ભાર આપી શકે છે. જણાવી દઈએ કે, નામા મંત્રી નિર્મલા સીતારમન 5 જુલાઈએ લોકસભામાં નાણાકીય વર્ષ 2019-20નું પૂર્ણ બજેટ રજૂ કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp