US-ઈરાન ઘર્ષણની અસર, સેન્સેક્સમાં 374, નિફ્ટીમાં નોંધાયો 123 પોઈન્ટનો ઘટાડો

PC: dainik bhaskar.com

શેર બજારમાં બુધવારે વેચાણનું પ્રભુત્વ ઘટ્યું હતું. વ્યાપાર દરમિયાન સેન્સેક્સ 374 અંકથી ઘટીને 40495.26 પર આવીને અટક્યો હતો. નિફ્ટીમાં 123 પોઈન્ટનું નુકસાન થયું હતું અને તે 11929.60થી પણ નીચે નોંધાયું હતું. જોકે, બંને ઈન્ડેક્સમાં થોડી રિકવરી થઈ છે. વેપારીઓએ જણાવ્યા અનુસાર, અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધવાને કારણે એશિયાના માર્કેટમાં આ ચિત્ર જોવા મળ્યું હતું. આ ઉપરાંત કાચા તેલના ભાવમાં પણ એક તેજી જોવા મળી હતી.

સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટીના 50માંથી 47 શેરોમાં ઘટાડો નોંધાયો છે. SBIના શેરમાં 2 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે BPCLમાં પણ નુકસાન થયું છે. L&Tમાં 1.6 ટકા અને રિલાયન્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. માત્ર આ બંને કંપનીઓ જ નહીં પણ 11 સેક્ટરના ઈન્ડેક્સમાં મોટું નુકસાન જોવા મળ્યું છે. જ્યારે PSU બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધારે 2.2 ટકાથી વધુ ગબડ્યો હતો. બીજી તરફ યશ બેન્કના શેરમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે TCSના શેરમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટેક મહેન્દ્રામાં 0.8 ટકા અને બજાજ ઓટોમાં 0.4 ટકાથી તેજી જોવા મળી હતી.

જોકે, છેલ્લા ચાર દિવસથી અમેરિકા અને ઈરાક વચ્ચે ચાલતા ઘર્ષણથી શેરમાર્કેટમાં સીધી અસર જોવા મળી છે. શેર માર્કેટ ડાઉન પોઈન્ટથી શરૂ થયું હતું. ત્રણ શેરને બાદ કરતા કોઈ સેક્ટરમાં ખાસ કોઈ સારું ચિત્ર જોવા મળ્યું નથી. ઈરાની કમાન્ડર સુલેમાનીની હત્યા બાદ વૈશ્વિક માર્કેટ પર તેની સીધી અસર જોવા મળી છે. બીજી તરફ ક્રૂડના ભાવમાં પણ મોટા પ્લસ માઈનસ જોવા મળી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા આ દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કુલ 4.5 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે પેટ્રોલ અને ડિઝલની કિંમત પણ છેલ્લા એક અઠવાડિયાથી વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp