શેર બજારની ધીમી શરૂઆત, સેન્સેક્સમાં 158 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10900ને પાર

PC: dnaindia.com

સોમવારે કારોબારી સત્રમાં ભારતીય શેર બજારની શરૂઆત ધીમી રહી. સવારે 9 વાગીને 17 મિનિટે સેન્સેક્સ 158 પોઈન્ટના ઘટાડા સાથે 36388 પર અને નિફ્ટી 36 અંકોના ઘટાડા સાથે 10906 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીમાં 50માં સામેલ 50 શેર્સમાંથી 13 લીલા, 36 લાલ અને 1 પરિવર્તન વિના કારોબાર કરી રહ્યા છે. તેમજ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મેડકેપમાં 0.56 ટકાનો ઘટાડો અને સ્મોલકેપ 0.48 ટકાના ઘટાડા સાથે વ્યવસાય કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 414.61 અંક તૂટીને 36546.48 પર અને નિફ્ટી 125.80 અંકોના ઘટાડા સાથે 11000ની નીચે 10943.60 પર બંધ થયુ હતુ.

સવારે આશરે 9 વાગ્યે નિફ્ટી ઓટો 1.24 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી ફાયનાન્સ સર્વિસ 0.30 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી FMCG 1.02 ટકાના ઘટાડા, નિફ્ટી IT 0.63 ટકાના વધારા, નિફ્ટી મેટલ 0.43 ટકાના ઘટાડા, નિફ્ટી ફાર્મા 0.64 ટકાના ઘટાડા અને નિફ્ટી રિયલ્ટી 0.20 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

સોમવારે તમામ પ્રમુખ એશિયન બજારોએ મિલી-જુલી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 2.01 ટકાના ઘટાડા સાથે 20333 પર, ચીનના શાંઘાઈ 0.77 ટકાના વધારા સાથે 2638 પર, હેંગસેંગ 0.26 ટકાના વધારા સાથે 28.09 પર અને તાઈવાન કૉસ્પી 0.10 ટકાના ઘટાડા સાથે 25106 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.07 ટકાના વધારા સાથે 2707 પર અને નેસ્ડેક 0.14 ટકાના વધારા સાથે 7298 પર કારોબાર કરીને બંધ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp