વર્ષ 2021માં આ 9 શેર પર મળી શકે છે 45 ટકા સુધીનું રિટર્ન

PC: BSE

ઘરેલૂ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. રોકાણકારો તેનો ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે. યસ સિક્યોરિટીનું માનવું છે કે આર્થિક રિકવરી ચાલુ રહેવાની આશામાં ઘરેલૂ બજાર સતત નવા શિખર બનાવી રહ્યું છે. યસ સિક્યોરિટીઝે બજારમાં તેજી લાવનારા શેરો પર દાવ લગાવવાની સલાહ આપી છે.

આ બ્રોકરેજે કહ્યું, વર્ષ 2020 ખૂબ મુશ્કેલ રહ્યો હતો. લોકોનું ધ્યાન જીવ બચાવવા પર હતું. પણ હવે આ પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાનો સમય છે. વર્ષ 2003ની જેમ વર્ષ 2021 પણ બજાર માટે ખૂબ જ સારો સાબિત થઇ શકે છે. બજારનો સૌથી સારો સમય આવવાનો છે.

સોભાઃ ટાર્ગેટ પ્રાઈસઃ 640 રૂપિયા, તેજીની આશાઃ 45 ટકા

રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ કંપની ખૂબ જ સારી સ્થિતિમાં છે. કંપની સેક્ટરના ઘણાં સેગમેન્ટ ખાસ્સા આગળ છે. આખા દેશમાં બેંગલોર કંપનીના સૌથી મોટા બજારોમાંથી એક છે. આવનારા સમયમાં કંપનીને સેક્ટરની મજબૂતીનો ફાયદો મળી શકે છે.

દીપક નાઈટ્રેટઃ ટાર્ગેટ પ્રાઈસઃ 1505 રૂપિયા, તેજીની આશાઃ 42 ટકા

ચીનથી આયાત ઓછી થતા અને ઘરેલૂ બજારમાં વધતી માગથી કંપનીને ખૂબ ફાયદો મળી શકે છે. કંપનીનો બિઝનેસ ખૂબ જ સારો છે, જેમાં જોખમ પણ ઓછું છે. કંપનીનું નાણાકીય પ્રદર્શન સતત સારું થઇ રહ્યું છે. આવનારા સમયમાં પણ રિટર્ન સારું રહેવાની આશા છે.

પીએનસી ઈંફ્રાટેકઃ ટાર્ગેટ પ્રાઈસઃ 246 રૂપિયા, તેજીની આશાઃ 35 ટકા

લેબરની ઉપલબ્ધતા વધવાથી કંપનીનું કામકાજ પાટા પર ફરી રહ્યું છે. કામકાજનું માર્જિન 13.5 ટકા સુધી વધી શકે છે. ઓર્ડર બુક નાણાકીય વર્ષ 2019-20ના રેવેન્યૂનું ત્રણ ગણું છે. નવા ઓર્ડર, સારો કેશફ્લો અને સટીક બેલેન્સ શીટ કંપનીને આવનારા સમયમાં મજબૂતી આપે છે.

TCI એક્સપ્રેસઃ ટાર્ગેટ પ્રાઈસઃ 1320 રૂપિયા, તેજીની આશાઃ 32 ટકા

ખર્ચા પર કાપ, કિંમતોમાં વધારો, નવા સેન્ટર્સની શરૂઆત જેવા પ્રયાસોના કારણે કામકાજનું માર્જિન સુધરી શકે છે. કંપની એસેટ લાઇટ મોડલની તરફ શિફ્ટ થઇ રહી છે. રિટર્ન અનુપાત પણ સારું થવાની આશા છે. આ શેર 34 ગણાની વેલ્યૂએશન પર કારોબાર કરી રહ્યો છે.

ક્રેડિટ એક્સેસ ગ્રામીણઃ ટાર્ગેટ પ્રાઈસઃ 1020 રૂપિયા, તેજીની આશાઃ 31 ટકા

કંપની નવેસરથી દેવાનું આવંટન કરી રહી છે. નાણાકીય વર્ષ 2021-22 સુધી એયૂએમ ગ્રોથ 25-30 ટકા વધવાની આશા છે. આશા છે કે આતા વર્ષોમાં રિટર્મ ઓન એસેટ 4.5-4.8 ટકા સુધી વધી શકે છે. નવા અધિગ્રહણ પછી ટૂંક સમયમાં કંપની રીરેટિંગની દાવેદાર બની શકે છે.

કન્સાઇ નેરોલેકઃ ટાર્ગેટ પ્રાઈસઃ 785 રૂપિયા, તેજીની આશાઃ 31 ટકા

ઘણાં સમય સુધી ઠંડી રહ્યા પછી કંપનીના શેરોમાં તેજી થવાનો આસાર વધી રહ્યો છે. સંગઠિત સેક્ટરની તરફ ઝુકાવ, કસ્બાઈ અને નાના શહેરી વિસ્તારોમાં આવાસીય માગમાં વૃદ્ધિ, ગ્રામીણ આવકમાં વૃદ્ધિના કારણે આ શેરની ચમક વધી શકે છે.

ICICI બેંકઃ ટાર્ગેટ પ્રાઈસઃ 705 રૂપિયા, તેજીની આશાઃ 30 ટકા

આ ખાનગી બેંકનાં ઘણા સેગમેન્ટમાં ગ્રોથ નોંધાવાનો આસાર છે, જે આમાં માળખાકીય સુધારા રજૂ કરી શકે છે. નાણાકીય વર્ષ 2020-21થી 2022-23 દરમિયાન તેના દિવસો ફેરવાઇ શકે છે. ધીમે ધીમે ખર્ચામાં ઘટાડો અને આવકમાં સુધારાથી તેનો નફો વધશે. ડિજિટલ કારોબારમાં ખાસ્સો સુધારો જોવા મળી રહ્યો છે.

HDFC: ટાર્ગેટ પ્રાઈસઃ 640 રૂપિયા, તેજીની આશાઃ 28 ટકા

પાછલા અમુક મહિનાઓમાં દેવા મૂકવાના કારોબારથી જોડાયેલી કંપનીઓની રેટિંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ શેર પ્રાઇસ ટૂ બુક વેલ્યૂ આધાર પર યોગ્ય નજર આવે છે. વેલ્યૂએશન, કોરોનાથી ઓછા થતાં ખતરા, પોર્ટફોલિયો ગ્રોથ અને માર્જિનમાં સુધારથી તેની નફા ક્ષમતા વધવાના આસાર છે.

જિલેટ ઈન્ડિયાઃ ટાર્ગેટ પ્રાઈસઃ 7280 રૂપિયા, તેજીની આશાઃ 24 ટકા

ઓછા સમયમાં કંપનીનાં રેવેન્યૂ અને ખર્ચ પર ખાસ્સો દબાણ હતો, કારણ કે આ સેગમેન્ટમાં ખર્ચો ખાસ્સો ઓછો થઇ ગયો હતો. જોકે, બ્રોકરે મધ્યમ સમયમાં આ શેર પર ભરોસો જતાવતા તેને સારો વિકલ્પ ગણાવ્યો છે. નાના શહેરોમાં વધતી માગ અને સારી કનેક્ટિવિટીથી કંપનીને ફાયદો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp