નબળા બજારમાં પણ આ સ્ટોકમાં જોરદાર ખરીદી, 9%નો ઉછાળો, શેરનો ભાવ નવી ઉંચાઇ પર

PC: fool.com

વૈશ્વિક સ્તર પર નબળા સંકેતો વચ્ચે આજે ઘરેલુ માર્કેટમાં કડાકો જોવા મળ્યો. ઘરેલુ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 1.5 ટકાથી વધારે તુટીને લાલ નિશાનમાં બંધ આવ્યું. જોકે, આ નબળા બજારમાં પણ શાંતિ ગિયર્સના શેરોમાં સારી તેજી જોવા મળી. તેનો શેર આજે એટલે કે, 26મી સપ્ટેમ્બરના રોજ ઇન્ટ્રા ડેમાં BSE પર 9 ટકાના ઉછાળા સાથે 349.90 રૂપિયાની રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયો છે.

ગાડીઓની ગિયર અને તેનાથી સંબંધિત પ્રોડક્ટ્સ બનાવતી કંપની શાંતિ ગિયર્સે આજે પોતાનો પાછલો હાઇ તેડી નાખ્યો છે. હેલ્ધી બિઝનેસ આઉટલુકના દમ પર 20મી સપ્ટેમ્બરના રોજ 344.05 રૂપિયાની ઉંચાઇ પર પહોંચ્યો હતો અને આજે તે નવી ઉંચાઇ પર પહોંચ્યો છે.

આ વર્ષે ઘરેલુ બજારમાં ઘણી ઉતર ચડ રહી છે. રશિયા યુક્રેન અને વધતી મોઘવારીના કારણે ભારત સહિત વિશ્વ ભરના બજારોમાં વોલેટિલિટી બનેલી છે. આ વર્ષે સેન્સેક્સ 3.44 ટકા નબળું થયું છે. જ્યારે શાંતિ ગિયર્સના શેરમાં 126 ગણો ઉછાળ્યો આવ્યો છે. રોકાણકારોના પૈસા બેગણાથી વધારે થઇ ગયા છે.

શાંતિ ગિયર્સ ય્યૂબ ઇનવેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયાની સબ્સિડિયરી અને મુરુગપ્પા ગ્રુપનો હિસ્સો છે. શાંતિ ગિયર્સ એક ઇન્ડસ્ટ્રિયલ ગિયરિંગ સોલ્યુશન્સ કંપની છે, જે ગિયર્સ, ગિયર્ડ મોટર્સ અને ગિયર એસેમ્બલી ડિઝાઇન કરે છે અને તેને બનાવે છે. નાણાંકીય સ્થિતિની વાત કરીએ તો નાણાંકીય વર્ષ 2021-22માં શાંતિ ગિયર્સનો રેવન્યુ વાર્ષિક આધાર પર 56 ટકા વધીને 337 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. નેટ પ્રોફિટ પણ આ અવધિમાં 111 ટકા ઉછળીને 42.5 કરોડ રૂપિયા થઇ ગયો છે. મોઘા કાચામાલ છતાં પડતર ઓછી કરવાની કોશિશો અને ઓપરેટિંગ લીવરેજના કારણે તેનું ઓપરેટિંગ માર્જિન પણ 17.9 ટકા રહ્યું છે જે ઘણું હેલ્ધી છે.

જૂન, 2022 ક્વાર્ટરમાં કંપનીનો રેવન્યુ વાર્ષિક આધાર પર 48 ટકા વધીને 99 કરોડ રૂપિયા રહ્યું અને સમાન અવધિમાં નેટ પ્રોફિટ 8.85 કરોડ રૂપિયાથી વધીને 13.44 કરોડ રૂપિયા રહ્યો. રેટિંગ એજન્સી ICRAના રિપોર્ટ અનુસાર, કંપની પર કોઇ દેવું નથી. જેના કારણે તેમાં ગ્રોથ સારો રહેવાના અવસર જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp