બજારમાં વસંત પંચમીએ ખીલી ઉઠી બહાર, નવી ઊંચાઇએ, વિદેશી રોકાણકારો મધમાખીની જેમ....

PC: https://www.aajtak.in

બજેટ પછી શેરબજારમાં તેજીનો ધમધમાટ હજુ ચાલું જ રહ્યો છે, બજારમાં એક પછી એક રેકર્ડ બની રહ્યા છે. સોમવારે બીએસઇ સેન્સેકસની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો. એ પછી મંગળવારે ફરી સેન્સેકસે નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. આજે સેન્સેકસ 52,516ની સપાટીએ પહોંચ્યો હતો અને નિફટી 15400 પર પહોંચ્યો હતો. કેન્દ્રના બજેટ 2021માં સરકારે જે પ્રોત્સાહક પગલાં જાહેર કર્યા છે તેની પર વિદેશી રોકાણકારો વારી ગયા છે અને ભારતીય શેરબજારમાં પૂરબહારમાં ખરીદી કરી રહ્યા છે.એને કારણે મુંબઇ શેરબજારનો સેન્સેકસ સડસડાટ ઉપર ચઢી રહ્યો છે.15 જ દિવસમાં સેન્સેકસમાં લગભગ 3000 પોઇન્ટ વધી ગયા છે.

ભારતીય શેરબજારોમાં તેજીની પાછળ વિદેશી રોકાણકારોનો મુખ્ય રોલ છે. નવેમ્બર મહિના પછી સતત દર મહિને વિદેશી રોકાણકારોનો ભારતીય શેરબજારમાં વિશ્વાસ વધી રહ્યો છે.  આ મહિનાની શરૂઆતથી 15 ફેબ્રુઆરી સુધીમાં શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકાર(FII)એ 18,883 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.જયારે જાન્યુઆરીના આખા મહિનામાં FIIનું રોકાણ 19 હજાર 473 કરોડ રૂપિયા હતું.

આ વખતના કેન્દ્રીય અંદાજપત્રમાં સરકારે હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિસઇન્વેસ્ટમેન્ટ પર ખાસ ફોકસ કર્યું છે, જેને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ભારતીય શેરબજાર પર વિશ્વાસ વધ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી ખરીદીને કારણે બજારમાં વનસાઇડ રેલી જોવા મળી રહી છે. સરકારે વિમા સેકટરમાં વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરી હતી. ઉપરાંત સરકારે બે સરકારી બેંકોના ખાનગીકરણની વાત પણ કરી હતી.

બજેટ પહેલાં પણ સરકારે અનેક સેકટરમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપતા પગલાં લીધા હતા.બીજું કે કોરોના વેકસીન આવવા પછી અર્થતંત્રમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં નવા રાહત પેકેજના સમાચારોએ પણ સેન્ટીમેન્ટને બૂસ્ટ કરવામાં મદદ કરી.ડિસેમ્બર મહિનામાં IIP પોઝિટિવ રહી, એમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો. આ સુધારામાં મેટલ, ફાર્મા અને પેટ્રોકેમિકલ્સ પ્રોડકટસ નું યોગદાન ખાસ રહ્યું.

કોરોના વાયરસના સતત ઘટી રહેલા કેસો અને તેની સાથે અર્થતંત્ર પાટા પર ચઢી જવાને કારણે જોરદાર ડિમાન્ડ નિકળી જેને કારણે ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો સારા રહી શકયા, વર્ષ 2019માં ભારત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આકર્ષિત કરવાવાળા 10 દેશોમાં સામેલ રહ્યું. આ સમયગાળા દરમ્યાન ભારતમાં FDI 16 ટકા વધીને 49 અરબ ડોલર રહ્યું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp