સનફાર્માના શેર 13 ટકાના ઘટાડા સાથે છ વર્ષના સૌથી નીચલા સ્તરે

PC: vccircle.com

દેશની સૌથી મોટી ફાર્મા કંપની સન ફાર્માના શેર શુક્રવારે 13 ટકાના ઘટાડામાં 6 વર્ષના સૌથી નીચલાસ્તરે પહોંચ્યા હતા. કારોબાર દરમિયાન NSC પર શેર રૂ.56 તૂટીને 370.20 રૂપિયા સુધી આવ્યો હતો. આ ફેબ્રૂઆરી 2013 બાદનો સૌથી ઓછો ભાવ છે. જોકે નિચલા સ્તરથી શેરબજારમાં થોડી રીકવરી જોવા મળી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્હિસલબ્લોઅએ સનફાર્માના કોર્પોરેટ ગવર્નસમાં ખામીઓ અંગે ફરિયાદ કરી છે. તે કારણથી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ મામલે બોમ્બે સ્ટોક એક્સચેંજ દ્વારા સનફાર્મા પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્હિસલબ્લોઅરે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014થી 2017 વચ્ચે આદિત્ય મેડીસેલ્સ કંપનીએ સુરક્ષા રિયલ્ટી ફર્મની સાથે 5800 કરોડ રૂપિયાની લેણદેણ કરી હતી. સુરક્ષા રિયલ્ટી સનફાર્માના કો- પ્રમોટર સુધીર વાલિયાની કંપની છે. AML સન ફાર્માની ડિસ્ટ્રીબ્યુટર કંપની છે.

ગત નાણાકીય વર્ષની વાર્ષિક રીપોર્ટમાં સનફાર્માએ AMLને સંબંધિત પાર્ટિ ઘોષિત કરી હતી. તેમાં સનફાર્માના પ્રમોટર અને એમડી દિલીપ સંઘવીની ભાગીદારી હતી. સનફાર્માના કોર્પોરેટ ગવર્નેન્સમાં ખામીઓની બે મહિનામાં બીજી ફરિયાદ સામે આવી છે. ડિસેમ્બરમાં પણ વ્હિસલબ્લોઅરે આરોપ લગાવ્યા હતા કે કંપનીના પ્રમોટર અને MD દિલીપ સંઘવી અને તેના સબંધી સુધીર વાલિયા, ધર્મેશ દોષી સાથે નાણાકીય અનિયમીતતામાં સામેલ હતા. દોશીનું નામ વર્ષ 2001માં શેરબજારમાં થયેલ કેતન પારેખ ઘોટાળામાં સામેલ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp