26th January selfie contest

સુપ્રીમ કોર્ટે LIC IPO પર રોક લગાવવાની અરજી પર જાણો શું ફેસલો સંભળાવ્યો

PC: dnaindia.com

LIC IPO હવે આવતા મંગળવારે એટલે કે 17 મેના દિવસે શેરબજારમાં લિસ્ટ થવાનો છે તે પહેલાં એક કાનુની અડચણ આવીને ઉભી રહી છે. સરકારી કંપની LIC IPOના માર્ગમાં નવી મુશ્કેલી ઊભી થઈ છે. BSE અને NSE પર LICના શેરના લિસ્ટિંગ પહેલા IPOનો વિરોધ કરી રહેલા પોલિસી ધારકો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. આ પોલિસી ધારકો LIC IPO પર સ્ટેની માંગ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે. જોકે, સુપ્રીમ કોર્ટે LIC IPO પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે.

એનજીઓ People First એ બુધવારે સુપ્રીમ કોર્ટમાં પોલિસી ધારકો વતી અરજી દાખલ કરી હતી, જેને સુનાવણી માટે સ્વીકારવામાં આવી હતી. અરજી સ્વીકારીને સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી માટે લિસ્ટ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે પોલિસી ધારકો વતી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને ચર્ચા શરૂ કરી હતી.

તેમણે કહ્યું કે સરકારે જે રીતે મની બિલ લાવીને LIC IPO લાવવા માટે કાનૂની માર્ગ તૈયાર કર્યો, તેના પર પણ વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું, લોકોના અધિકારો LIC સાથે જોડાયેલા છે, આવી સ્થિતિમાં મની બિલ દ્વારા IPO લાવવાનો રસ્તો તૈયાર કરી શકાય નહીં.

સીનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંગે પણ ચર્ચામાં ભાગ લીધો હતો અને LIC IPO સામે દલીલ કરી હતી. તેમણે કહ્યું કે પોલિસીધારકો પાસેથી કહેવાતા બિન-ભાગીદારી સરપ્લસના નામે રૂ. 523 લાખ કરોડ ડાઇવર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, કંપનીની માલિકી બદલાઈ રહી છે અને તે નવા હાથમાં જઈ રહી છે. તે શેરધારકોને વેચવામાં આવે છે.આમાંથી જે પૈસા મળશે તે પોલિસી ધારકોને નહીં જાય. તમામ નાણાં ભારત સરકારના બજેટને સંતુલિત કરવા માટે ખર્ચવામાં આવશે.

ઈન્દિરા જયસિંહે કહ્યું કે જો સરકાર LICને વેચવા માંગતી હોય તો તેના માટે ડી-મ્યુચ્યુઅલાઈઝેશનની પ્રક્રિયા અપનાવવી જોઈતી હતી. જો મ્યુચ્યુઅલ બેનિફિટ ધરાવતી કંપનીને કાનૂની જોઈન્ટ સ્ટોક કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી રહી હોય, તો પૉલિસીધારકો તેમાંથી મેળવેલા નાણાં માટે હકદાર છે. કાનૂની પ્રશ્ન એ ઊભો થાય છે કે કંપનીનો માલિક કોણ છે? તેઓ એમ કહી શકતા નથી કે તેઓએ પોલિસી ધારકોને 2 ટકા કે 3 ટકા શેર આપ્યા છે.

ભારત સરકાર તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એ કહ્યું કે LIC IPO પર સ્ટે મૂકી શકાય નહીં. અરજીનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે આ મામલે કોઈ નોટિસ આપી શકાય નહીં. તેમણે કહ્યું મહેરબાની કરીને નિયમો જુઓ.  એ જુઓ કે ઇન્શ્યોરન્સ બિઝનેસના સરપ્લસનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.

 ઇંદિરા જયસિંગે જવાબમાં પૂછ્યું, છેલ્લા 75 વર્ષથી શું પ્રથા છે?તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર LICના પોલિસી ધારકો માટે ટ્રસ્ટીની ભૂમિકામાં છે. અમારા અધિકારોને આ રીતે કચડી ન શકાય. અમે પિટિશન દાખલ કરવામાં વિલંબ કર્યો છે તે કહેવું યોગ્ય નથી.

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના IPO પર સ્ટે મૂકવાનો ઇનકાર કરતી વખતે સુપ્રીમ કોર્ટે કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. બંધારણ બેંચ સમક્ષ પેન્ડિંગ મામલો સાથે કેન્દ્ર દ્વારા નાણાં બિલ તરીકે ફાઇનાન્સ એક્ટ 2021 પસાર કરવાને પડકારતા મુદ્દાને પણ ટેગ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp