એક વર્ષમાં 200% રિટર્ન, આ કંપનીના શેરમાં આજે ફરી જોરદાર તેજી

PC: livemint.com

ટાટા મોટર્સના શેરમાં કારોબારી અઠવાડિયાના પહેલા દિવસ એટલે કે સોમવારે તોફાની તેજી જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે પણ ટાટા મોટર્સના સ્ટોકમાં તેજીનો માહોલ હતો. આજની તેજીની સાથે જ ટાટા મોટર્સનું માર્કેટ કેપ વધીને 1.49 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આજે ટાટા મોટર્સના શેરમાં લગભગ 10 ટકાથી વધારાનો ઉછાળો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં આ શેરે લગભગ 25 ટકાનું આપ્યું છે. આ ઉપરાંત આજે દિવસના 12.30 વાગ્યે મારુતિ સુઝુકીના શેર પણ લગભગ 4 ટકાના વધારાની સાથે બિઝનેસ કરી રહ્યો હતો.

આજે ટાટા મોટર્સના શેર 390.15 રૂપિયા પર ખુલ્યો અને કારોબાર દરમિયાન લગભગ 10 ટકા સુધી ઉછળ્યો. દિવસના 12.30 વાગ્યે 9 ટકાની તેજીની સાથે જ આ શેર 416 રૂપિયા પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે બિઝનેસ દરમિયાન 420.50 રૂપિયાની સપાટીએ પણ પહોંચ્યો.

ટાટા મોટર્સના શેરે કોરોના દરમિયાન અને ત્યાર પછી પણ પાછળ વળીને જોયું નથી. આ શેરે પાછલા એક વર્ષમાં 206 ટકાનું રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા એટલે કે 12 ઓક્ટોબર 2020ના રોજ ટાટા મોટર્સનો એક શેર 135 રૂપિયાનો હતો, જે આજે વધીને 417 રૂપિયા પર પહોંચી ગયો છે.

શેરમાં તેજી પાછળ ટાટા મોટર્સનો વધતો બિઝનેસ છે. ટાટા મોટર્સની ઘણી ગાડીઓની ડિમાન્ડ વધતી જઇ રહી છે. તો કંપની ઈલેક્ટ્રિક વાહનો પર પણ ફોકસ કરી રહી છે. સપ્ટેમ્બરમાં ટાટાની બે કારો ટોપ 10 સેલિંગ કારોની લિસ્ટમાં છે. આ ઉપરાંત કંપની આ મહિને ટાટા પંચ લોન્ચ કરવા જઇ રહી છે.

મોંઘા ડીઝલ અને પેટ્રોલના કારણે લોકો હવે ઈલેક્ટ્રિક ગાડીઓ ખરીદી રહ્યા છે. હાલમાં ભારતમાં સૌથી વધારે ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક કારો વેચાઇ રહી છે. સાથે જ કંપની ભવિષ્ય માટે ઈલેક્ટ્રિક વ્હિકલ પર ખાસ ધ્યાન આપી રહી છે.

એમ પણ ટાટા મોટર્સના શેરમાં હાલના દિવસોમાં ઘણી મજબૂતી આવી છે. ગયા અઠવાડિયે ગુરુવારના રોજ ટાટા મોટર્સના શેર 341.40 રૂપિયા પર ખુલ્યા અને કારોબાર દરમિયાન લગભગ 13 ટકા સુધીનો ઉછાળો થયો હતો. બપોરે 2.15 વાગ્યે 11.60 ટકાની તેજીની સાથે આ શેર 375 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.

નોંધ- અહીં આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ તજજ્ઞના પોતાના અંગત છે. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp