TCSએ બનાવ્યો નવો રૅકોર્ડ: 7 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપવાળી પ્રથમ કંપની

PC: indiaalive.in

દેશની સૌથી મોટી IT કંપની TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ)એ નવો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે કંપનીની માર્કેટ કેપ 7 લાખ કરોડને આંબી ગઈ હતી. TCS દેશમાં આવું કરનાર પ્રથમ કંપની બની ગઈ છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં TCSની આવક અને નફો ધારણા કરતા સારો રહ્યો હતો. જેના કારણે તેના શેર લગાતાર નવી ઊંચાઈઓ આંબી રહ્યા છે.

શુક્રવારે શેર માર્કેટ ખુલતાની સાથે જ કંપનીના શેર 1.5 ટકા વધીને 3,674 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. તે પછી TCSની માર્કેટ કેપ 7,01,583.20 કરોડ રૂપિયા થઈ ગયી. ગુરુવારે કંપનીની માર્કેટ કેપ 6,90,062.38 કરોડ રૂપિયા હતી.

એક્સપર્ટ જણાવે છે કે અમેરિકાન ડોલર સામે ભારતીય રૂપિયામાં થયેલા ઘટાડાના કારણે શેરમાં ઉછાળ જોવા મળી રહ્યો છે કારણ કે આ કંપનીઓ ડોલરમાં કમાણી કરે છે. એવામાં ડોલરમાંથી રૂપિયામાં કરન્સી બદલવા પર તેમને વધુ ફાયદો થાય છે. આ કારણે નફામાં તેજી આવી છે. આ ઉપરાંત TCSના પરિણામ પણ અનુમાન કરતા વધુ સારા રહ્યા છે.

નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં નફો 5.71 ટકા વધ્યો. આ દરમિયાન કંપનીને 6904 કરોડ રૂપિયાનો નફો થયો. આ પહેલાંના ક્વાર્ટરમાં કંપનીને 6531 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

આ છે દેશની ટોપ 5 કંપનીઓ

માર્કેટ કેપ અનુસાર દેશની ટોપ 5 કંપનીઓમાં ટોપ પર TCS છે. બીજા નંબરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) છે. ત્રીજા નંબર પર HDFC બેંક, ચોથાનંબર પર હિન્દુસ્તાન યુનીલીવર લિમિટેડ અને પાંચમાં નંબર પર ITC છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp