આ અઠવાડિયે આ 5 શેરોએ આપ્યું બમ્પર રિટર્ન, 5 ટકા સુધી વધ્યા

PC: indianexpress.com

શેરબજારનું આ સપ્તાહ મિક્સ રહ્યું. 4 કામકાજના દિવસમાં નબળી શરૂઆત રહી હતી તો ગુરુવાર અને શુક્રવારે બજારમાં સારી ખરીદી નિકળી હતી. ઓવરઓલ જોઇએ તો બજાર આ સપ્તાહમાં બેલેન્સ રહ્યું. બીએસઇ સેન્સેકસ શુક્રવારે 53000ની આજુબાજુ જ્યારે એનએસઇનો નિફટી 15800 ઉપર બંધ રહ્યો હતો.

નિફ્ટી ફિફ્ટીના આ 5 શેરોએ આ સપ્તાહમાં સારું વળતર આપ્યું હતું.

ભારતી એરટેલ- ભારતી એરટેલનો ભાવ 4.35 ટકા વધીને 548.3 પર બંધ રહ્યો હતો. એરટેલ ટેલિકોમ્યૂકેશન જગતની અગ્રણી કંપની છે. એરટેલ ભારતની સાથે 18 દેશોમાં પોતાની સર્વિસ આપે છે. કંપની ટાટા ગ્રુપ સાથે મળીને ભારતમાં 5G પર કામ કરી રહી છે. છેલ્લાં 1 વર્ષમાં 3 ટકાની ખોટ કરનારી આ કંપનીનું માર્કેટ કેપ 301 કરોડ રૂપિયા છે.

અલ્ટ્રાટેક સીમેન્ટ- આ શેરનો ભાવ 4.18 ટકા વધીને 7490.3 પર બંધ રહ્યો હતો. આદિત્ય બિરલા ગ્રુપની આ કંપની ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. કંપનીનું માર્કેટ કેપ 2,16, 211 કરોડ રૂપિયા છે. છેલ્લા 1 વર્ષમાં 95 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં કંપનીએ 1699 કરોડનો નફો કર્યો હતો. માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ 1711 કરોડ રૂપિયા હતો.

વિપ્રો-  આ સપ્તાહમાં 4.04 ટકા વધીને 599.15 રૂપિયા રહ્યો હતો. વિપ્રો આઇટી અને બિઝનેસ સેવા પુરી પાડતી એક મલ્ટીનેશનલ કંપની છે. રૂપિયા 3,28288 કરોડ રૂપિયાનું માર્કેટ ધરાવતી આ કંપનીએ છેલ્લાં 1 વર્ષમાં 124 ટકાનું રિટર્ન આપ્યું છે. જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ પ્રોફીટ 3247 કરોડ રૂપિયા હતો જે માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળામાં 2973 કરોડ હતો.

એશિયન પેઇન્ટ્સ- 3.36 ટકા વધીને 3083.75 પર બંધ રહ્યો હતો. એશિયન પેઇન્ટ્સ ભારતની સૌથી મોટી અને એશિયાની ત્રીજા નંબરની સૌથી મોટી પેઇન્ટ્સ કંપની છે. રૂપિયા 2,95,792 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીએ છેલ્લાં 1 વર્ષમા 78 ટકા રિટર્ન આપ્યું છે. જૂન મહિનાની ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ પ્રોફીટ 576 કરોડ રૂપિયા રહ્યો હતો જે માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળાના 864 કરોડના ચોખ્ખા નફા સામે ઘટાડો બતાવે છે.

બીપીસીએલ- 2.24 ટકા વધે આ શેર 461.35 પર બંધ રહ્યો હતો. ભારત સરકારના પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હેઠળ આવતી આ જાહેર ક્ષેત્રની કંપની ઓઇલ અને ગેસ કંપની છે. 100 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીમાં છેલ્લાં 1 વર્ષમાં માત્ર 1 ટકાનો જ વધારો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp