સોનાની ચમક ફીકી પડી, 1 અઠવાડિયામાં 1000 રૂપિયા તૂટ્યું, જાણો અત્યારનો ભાવ

PC: indiatoday.in

ગત સપ્તાહ રોકાણકારો માટે સારું નહોતું રહ્યું. ફક્ત શેર બજારમાં જ નહીં પણ કોમોડિટી માર્કેટમાં પણ મોટી હિલચાલ જોવા મળી છે. સોના જેવા સુરક્ષિત મનાતા એસેટમાં પણ લોકોએ નકસાન વેઠવુ પડ્યું છે. સોનાના ભાવમાં ગત સપ્તાહમાં જોરદાર મંદી જોવા મળી છે.

સપ્તાહની શરૂઆતથી જ 24 કેરેટ સોનાનો ભાવ તૂટી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના (IBJA) આંકડાઓ અનુસાર 9મી મેના રોજ સોનાનો બંધ ભાવ 51479 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જે 10મી મેના રોજ થોડો સુધર્યો હતો. ત્યાર બાદ સતત સોનાનો ભાવ તૂટી રહ્યો હતો. 10મી મેના રોજ બંધ ભાવ 51496 હતો. જે 11મી મેના રોજ તૂટીને 51205 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી ગયો અને 12મી મેના રોજ તે વધુ તૂટીને 51118 રૂપિયા સુધી આવી ગયો હતો.

ગયા સપ્તાહે 13મી મેના રોજ સોનાના ભાવમાં સૌથી મોટું ગાબડું જોવા મળ્યું હતું. 13મી મેના રોજ સોનાનો બંધ ભાવ 653 રૂપિયા જેટલો તૂટ્યો હતો. 51118થી સોનાનો ભાવ 50465 રૂપિયા આવી ગયો હતો.

9મી મેથી 13મી મેની વચ્ચે સોનાનો બંધ ભાવ જોવા જઇએ, તો એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં 1014 રૂપિયા જેટલી ઘટાડો જોવા મળ્યો છે. તેની આગળના સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 6 મે કરતા આ કિંમતો વધારે તૂટી હતી.

6 મેના રોજ સોનાનો બંધ ભાવ 51692 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 13મી મેના દિવસની તુલનામાં સોનાના ભાવમાં 1227 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. સાથે સાથે ચાંદીના ભાવમાં દબાણ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારોમાં દબાણના કારણે સોનાના વાયદા તથા ચાંદીના વાયદાના ભાવો પણ મહિનાના નીચલા સ્તરે છે. લગ્ન સીઝન હોવા છતાં પણ સોના-ચાંદીના ભાવોમાં સુધારો જોવા મહોતો મળ્યો. ચાંદીના ભાવ 280 રૂપિયા તૂટીને 60338 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યા છે. સોના ચાંદીની સાથે સાથે બેઝ મેટલ્સ તથા અન્ય કોમોડીટીઝના ભાવો પણ તૂટ્યા છે.

રોકાણકારો માટે શેર બજારમાં પણ ગયુ અઠવાડિયું સાર નહોતું રહ્યું. શુક્રવારે બજાર બંધ થયા બાદ BSE Sensex ઇન્ડેક્સ 136.69 પોઇન્ટ તૂટીને 52793 પર બંધ આવ્યો હતો. NSEનો Nifty ઇન્ડેક્સ 25.85 પોઇન્ટ તૂટીને 15782 પર બંધ આવ્યો હતો. જ્યારે અઠવાડિયા દરમિયાન Sensex ઇન્ડેક્સ અને NSEનો Nifty ઇન્ડેક્સ 2.32% જેટલા તૂટ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp