નિફ્ટી 19000 પર પહોંચી શકે, આ શેરોમાં શોર્ટ કમાણીની તક છે

PC: business-standard.com

શેરબજારના જાણકારોનું કહેવું છે કે થોડા જ સપ્તાહમાં નિફ્ટીનું લેવલ 19000 પાર કરી શકે છે અને આ તેજીમાં કેટલાંક એવા શેરો છે જે તમને શોર્ટ ટર્મ કમાણી કરાવી શકે છે.

મંથલી ચાર્ટ પર નિફ્ટીએ પોતાનો હાયર ટોપ અને હાયર બોટમ ફોર્મેશન બનાવ્યું છે અને આ દરમ્યાન નિફ્ટીએ નવો લાઇફ ટાઇમ હાઇ પણ બનાવ્યો છે.વીક્લી ટાઇમ ફ્રેમ પર પણ નિફ્ટીએ છેલ્લા 7 સપ્તાહથી હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવ્યું છે.

બીજા  ઇંડિકેટર્સ પર નજર નાંખીએ તો ડેલી ટાઇમ ફ્રેમ પર સ્થિત RSI લગાતાર 65ના સ્તરની ઉપર બન્યો છે, જે એ વાતનો સંકેત છે કે શોર્ટથી  મીડિયમ ટર્મમાં નિફ્ટીએ પોઝિટીવ મોંમેટમ બની રહેશે.

નિફ્ટી માટે 17,254 અને તે પછી 16722 પર સપોર્ટ નજરે પડી રહ્યો છે. તો ઉપર તરફ નિફટીને 18111ના લેવલે રેજિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. જો નિફટી આ લેવલે ટકી રહેવામાં સફળ રહે તો આગામી સપ્તાહમાં જ તે 19000ના લેવલ સુધી પહોંચતો નજરે પડી શકે છે.

શેરબજારના જાણકારોનું માનવું છે કે બજારાં લોંગ ટર્મ બુલિશ ટ્રેન્ડ ચાલુ રહે છે અને નિફટીનું લેવલા થોડા જ સપ્તાહમાં 18111 અને 19000ના લેવલે પહોંચશે.શેરબજારના જાણકારોએ એવા કેટલાંક શેરોની ભલામણ કરી છે નિફ્ટીની તેજીની સાથે શોર્ટ ટર્મમાં સારી કમાણી કરાવી શકે છે.

ડેલ્ટા કોર્પે- અત્યારે આ શેરનો છેલ્લો બંધ ભાવ 237.65 છે. આ ભાવે ખરીદી કરી શકાય. ઉપરાં 301 રૂપિયનો ટાર્ગેટ રાખી શકાય,. સલામતી માટે રૂપિયા 224નો સ્ટોપલોસ રાખવો માર્ 3થી 4  સપ્તાહ રોકાણ જાળવશો તો 27 ટકા સુધીની કમાણી થઇ શકે છે.

હીરો મોટો કોર્પ- છેલ્લો બંધ ભાવ રૂપિયા 2924.95 છે. રૂપિયા 2636નો સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. ઉપરમાં રૂપિયા3629 સુધી જઇ શકે છે. 3થી 4 સપ્તાહમાં 24 ટકા જેટલો શેરનો ભાવ વધી શકે છે.

કોટક મહિન્દ્રા બેંક-  આ શેરનો છેલ્લો બંધ રૂપિયા 1906 રૂપિયા છે. ઉપરમાં રૂપિયા 2150નો ભાવ જઇ શકે. રૂપિયા 1794ના સ્ટોપલોસ સાથે ખરીદી કરવી. 3થી 4 સપ્તાહમાં 13 ટકા ઉપર જઇ શકે છે.

નોંધ- માત્ર માહિતી  આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં ખરીદી કરતી વખતે, તમારા રોકાણકારની સલાહ મુજબ જ રોકાણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp