અમેરિકન ડૉલરની સરખામણીમાં રૂપિયો 78.40ના રેકોર્ડ સ્તર પર બંધ

PC: childfriendlynews.com

વિદેશી રોકાણકારોની સતત નિકાસ અને ઘરેલૂં શેર બજારમાં કડાકાના લીધે રૂપિયો બુધવારે અમેરિકન ડૉલરની સરખામણીમાં 27 પૈસાના કડાકા સાથે 78.40ના રેકોર્ડ સ્તર પર બંધ આવ્યો છે. વિદેશી કરન્સી ટ્રેડરોએ કહ્યું હતું કે, વિદેશમાં ડૉલરની મજબૂતીના કારણે પણ રૂપિયાની ધારણા પર અસર પડી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો તુટવાના કારણે નુકસાનને સીમિત કરવામાં આવ્યું છે.

વિદેશી મુદ્રા વિનિમય બજારમાં સ્થાનિક મુદ્રા ડૉલરની સરખામણીમાં 78.13ની સપાટી પર ખુલી છે. તેનાથી દિવસના કારોબાર દરમિયાન રૂપિયાએ 78.13ની પછી 78.40ના નીચલા સ્તરને ટચ કર્યું હતું. રૂપિયો અંતમાં પોતાના પાછલા બંધ ભાવની સરખામણીમાં 27 પૈસાના કડાકા સાથે 78.40ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ આવ્યો છે. સત્રમાં રૂપિયો અમેરિકન ડૉલરની સરખામણીમાં 78.13 પર બંધ આવ્યો હતો.

વિશ્વની 6 પ્રમુખ મુદ્રાઓની સરખામણીમાં અમેરિકન ડૉલરની સ્થિતિને દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ 0.05 ટકાની મજબૂતી સાથે 104.48 પર પહોંચ્યો હતો. વૈશ્વિક તેલ સૂચકાંક બ્રેન્ટ ક્રૂડ વાયદો 4.46 ટકા તુટીને 109.54 ડૉલરના સ્તર પર પહોંચ્યો હતો. શેર બજારના અસ્થાઇ આંકડાઓ અનુસાર, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ મંગળવારે રુદ્ર રૂપથી 2701.21 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.

ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. તમામ બજારના એક્સપર્ટે તેના 80 રૂપિયા સુધી જવાનું અનુમાન લગાવ્યું છે. ગ્લોબલ પરિબળોને જોતા જાણકારોનું કહેવું છે કે, રૂપિયામાં હજુ પણ વધુ વીકનેસ આવી શકે છે.

ભારતીય શેર બજારે પણ આજે વેચવાલીનો સામનો કરવો પડ્યો હતો. ગઇકાલે મંગળવારની તેજી આજે પ્રોફિટ બુકિંગમાં બદલાઇ ગઇ હતી અને નિફ્ટીમાં 200 પોઇન્ટ્સથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી આજે બુધવારે 15400ના લેવલની નજીકમાં બંધ આવ્યું છે. જ્યારે સેન્સેક્સમાં 700 પોઇન્ટ્સથી વધુનો કડાકો જોવા મળ્યો છે. વધતી મોંઘવારીના કારણે કેન્દ્રીય બેન્ક સતત રેટ હાઇક કરી રહ્યા છે. તેની સીધી અસર જોવા મળી રહી છે. બજારમાં રેટ હાઇકના કારણે રોકાણકારો અને ટ્રેડરો વચ્ચે નેગેટિવ સેન્ટીમેન્ટ સતત બનેલો છે.

રૂપિયો તુટવાથી મોંઘવારી વધવાના સંકેતો દેખાઇ રહ્યા છે. રૂપિયો તુટવાથી પેટ્રોલ અને ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ જેવા ઇંધણ મોઘા થઇ ગયા છે. કારણકે તેની આયાત વધી રહી છે. બીજી ઇમ્પોર્ટ થનારી ચીજવસ્તુઓ પર પણ અસર થઇ શકે છે. તેમાં ખાવાના તેલથી લઇને ફર્ટિલાઇઝર અને સ્ટીલ સુધી દરેક ચીજવસ્તુઓ સામેલ છે. તે સિવાય ઇમ્પોર્ટેડ ચીજવસ્તુઓના કાચા માલ તરીકે ઉપયોગ કરવાથી તૈયાર થનારા ઉત્પાદનો પણ મોંઘા થઇ શકે છે. રૂપિયો તૂટવાની એક મોટી અસર મોંઘવારી પર પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp