કોરોના છતા આ શેરની કિંમતમાં 17 ટકા સુધી થયો વધારો

PC: businessnewsthisweek.com

કેટલાંક સપ્તાહ સુધી સતત ઘટાડા બાદ આખરે શેરબજાર આ સપ્તાહમાં કોરોનાની ચુંગાલમાંથી બચવામાં સફળ રહ્યું. આર્થિક ગતિવિધીઓ ઘટવા છતા માર્કેટ 5 સેશનમાંથી 4 સેશનમાં વધવા તરફી  રહ્યું. તો આ સપ્તાહમાં નિફટીમાં સારું પ્રદર્શન કરનારા શેરો વિશે જાણીએ

બજાજ ફાયનાન્સ-  આ શેરનો ભાવ 5451.90 પર બંધ રહ્યો. જેમાં 16.80 ટકાનો ઉછાળો જોવા મળ્યો.બજાજ ફિનસર્વની સબસિડિયરી કંપની બજાજ ફાયનાન્સ  મુખ્ય નોન બેકીંગ ફાયનાન્શીઅલ કંપની છે. છેલ્લાં 1 વર્ષમાં 135 ટકા રિટર્ન આપનારી આ કંપનીનું માર્કેટ કેપ 3 લાખ 28 હજાર 524 રૂપિયા છે. માર્ચના ત્રિમાસિક ગાળામાં બજાજ ફાયનાન્સનો નેટ પ્રોફીટ ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના નેટ પ્રોફીટ 1145 કરોડની સરખામણીએ વધીને 1346 કરોડ થઇ ગયો છે.

JSW સ્ટીલ- આ શેરનો ભાવ 717.85 રૂપિયા છે. જેમાં 12.98 ટકાનો ઉછાળો જોવા મળ્યો. JSW સ્ટીલ એક મોટી મલ્ટીનેશનલ કંપની છે. રૂપિયા 1 લાખ 73 હજાર 520 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીએ 52 સપ્તાહમાં રોકાણકારોને ચાર ગણું વળતર આપ્યું છે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 2674 કરોડ થયો છે જે સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 1548 કરોડ હતો.

ટાટા સ્ટીલ- આ શેરનો ભાવ 1034 રૂપિયા છે, જે 11.71 ટકા વધ્યો છે. ટાટા ગ્રુપની આ કંપની દુનિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાની એકછે. રૂપિયા 1 લાખ 16 હજાર 479 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીએ રોકાણકારોને એક વર્ષમાં 246 ટકા રિટર્ન આપ્યું છે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ પ્રોફીટ 3922 કરોડ થયો જે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 1591 કરોડ હતો.

બજાજ ફિનસર્વ- આ શેરનો ભાવ 11041 રૂપિયા છે  જેમાં 11.34નો ઉછાળો જોવા મળ્યો છે. એસ્સેટ મેનેજમેન્ટ, લોન,વેલ્થ મેનેજમેન્ટ અને ઇન્શ્યોરન્સના બિઝનેસ સાથે સંકળાયેલી બજાજ ફિનસર્વએ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. રૂપિયા 1 લાખ 75 હજાર 714 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીએ એક વર્ષમાં રોકાણકારોમે 116 ટકા રિટર્ન આપ્યું છે. જો કે ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ પ્રોફીટ ઘટીને 1744 કરોડ થયો છે

ઇંડસઇંડ બેંક- આ શેરનો ભાવ 934 પર બંધ રહ્યો હતો જેમાં 9.99 ટકાનો ઉછાળો જોવા મળ્યો. 1994માં શરૂ થયેલી આ બેંક ખાનગી બેંકોમાં મોટું નામ ધરાવે છે. છેલ્લાં એક વર્ષમાં આ શેરમાં રોકાણકારોને બમણું વળતર મળ્યું છે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં બેંકનો ચોખ્ખો નફો 830 કરોડ રૂપિયા થયો છે.

આ સપ્તાહમાં બ્રિટાનિયા, એચસીએલ ટેક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, એચડીએફસી લાઇફ જેવા શેરોનું પ્રદર્શન નબળું રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp