આ 7 શેર તમને શોર્ટ ટર્મમાં તગડી કમાણી કરાવી શકે છે

PC: askmrfranchise.com

બજેટ પછી શેરબજારમાં મોટો ઘટાડો દેખાયો નથી અને બજાર ઉપરની તરફ સરકી રહ્યું છે. ટેકનિકલ આધાર પર બજારમાં અનેક શેરોમાં તેજીના સંકેત દેખાતા હોવાનું જાણકારો માની રહ્યા છે. શેરબજારના એકસ્પર્ટસ 7 શેરોમાં શોર્ટ ટર્મ રોકાણ દ્રારા તગડી કમાણી થઇ શકે એવું કહી રહ્યા છે. તો આ 7 શેરો વિશે જાણી લો.

ઇન્ડિયાબૂલ્સ હાઉસિંગ ફાયનાન્સ- નિફટી ટ્રીગર્સ ડોટ કોમના ટ્રેડીંગ કોચ મનીષ શાહ ઇન્ડિયા બૂલ્સમાં શોર્ટ ટર્મ માટે રોકાણ કરવાની ભલામણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે છેલ્લાં કેટલાંક સમયથી હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે. આ શેર દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ પર મજબૂત છે. 250 રૂપિયાનો ભાવ પાર કરે પછી  તેજીના સંકેત છે. 215થી 225ના ભાવે ખરીદી શકાય. ઉપરમાં 280 રૂપિયા સુધી પહોંચી શકે.

સ્ટરલાઇટ ટેકનોલોજી- મનીષ શાહે સ્ટરલાઇટ ટેકનોલોજી પણ ખરીદવાની ભલામણ કરી છે. ડેઇલી ચાર્ટ પર આ શેરના મજબૂત સંકેત દેખાય છે. 210 રૂપિયાનું લેવલ તુટે પછી ઉપરમાં 235 સુધી જઇ શકે તેમ છે. 167 રૂપિયાનો સ્ટોપલોસ રાખીને આ શેર ખરીદવો.

ઓએનજીસી- એચડીએફસી સિકયોરિટીઝના વિશ્લેષક નાગરાજ શેટ્ટી ઓઓનજીસીનો શેર ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. નવી તેજી માટે આ શેર તૈયાર થઇ રહ્યો છે. 106 રૂપિયાનું લેવલ ક્રોસ કરે પછી તેજી આવી શકે. 96.5 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને આ શેર ખરીદી શકાય

બાયોકોન- નાગરાજ શેટ્ટીએ બાયોકોન ખરીદવાની પણ ભલામણ કરી છે. ડેઇલી ચાર્ટ પર મજબૂતાઇ દેખાઇ રહી છે. 416થી 418નું લેવલ ક્રોસ કરે પછી 458 રૂપિયા સુધી જઇ શકે. 385 રૂપિયાનો સ્ટોપલોસ રાખીને ખરીદી શકાય.

કોટક મહિન્દ્રા- આઇસીઆઇસીઆઇ ડાયરેકટના ટેકનિકલ પ્રમુખ ધર્મેશ શાહ કોટક મહિન્દ્રાનો શેર ખરીદવાની ભલામણ કરે છે. 1875ની આજુબાજુ ખરીદી કરી શકાય. ઉપરમાં 2140નો ભાવ જઇ શકે છે.

ટ્રેટ- ધર્મેશ શાહની ટ્રેંટનો શેર ખરીદવાની ભલામણ છે. 600 રૂપિયાનો સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. ઉપરમાં 765 રૂપિયા સુધી જઇ શકે છે.

યૂનાઇટેડ બ્રૂવરીઝ- ધર્મેશ શાહ યૂનાઇટેડ બ્રૂવરીઝ ખરીદવાની ભલામણ કરી રહ્યા છે.1210 રૂપિયાનો સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. ઉપરમાં 1385 સુધી જઇ શકે છે.

નોંધ- આ માત્ર માહિતી આપવા ખાતર ન્યૂઝ લખ્યા છે, રોકાણ કરતી વખતે તમારા એકસ્પર્ટની સલાહ લેવી

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp