આ 7 શેરો શોર્ટ ટર્મમાં તમને આપી શકે છે દમદાર વળતર

PC: financialexpress.com

શેરબજારના જાણકારોના કહેવા મુજબ આ 7 શેરોમાં શોર્ટ ટર્મમાં રોકાણ તમને બમ્પર વળતર આપી શકે તેમ છે. તો આ 7 શેર કયા છે તે જાણીએ

યૂપીએલ- કેપિટલવાયા ગ્લોબલ રિસર્ચના આશિષ બિશ્વાસનું કહેવું છે કે યૂપીએલનો શેર 200 ટ્રેડીગ સત્રમાં એવરેજની ઉપર ટ્રેડ થઇ રહ્યો છે જે એક સકારાત્મક સમાચાર છે. આ શેરને રૂપિયા 575નો સ્ટોપલોસ રાખીને અને 710 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી શકાય.

લોરસ લેબ્સ- નિફટી ટ્રીગર્સના ટ્રેડીંગ કોચ મનીષ શાહનું કહેવું છે કે લોરસ લેબ્સનો શેર સાપ્તાહિક ચાર્ટ પર દમદાર નજરે પડી રહ્યો છે. શોર્ટ ટર્મમાં આ શેર 470ના ભાવે પહોંચી શકશે અને આ લેવલ પછી 520 સુધી પહોંચી શકે. 380થી 385ની આજુબાજુના ભાવે આ શેરમાં ખરીદી શકાય અને રૂપિયા 345નો સ્ટોપલોસ રાખવો

ગુજરાત પીપાવાવ પોર્ટ- મનીષ શાહનું કહેવુ છે કે ગુજરાત પીપાવાવના શેરે તેજીના સંકેત આપ્યા છે. ટુંક સમયમાં આ શેરનો ભાવ 125 અને તે પછી 140 રૂપિયા સુધી પહોંચી શકે છે. 90 રૂપિયાનો સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ- આઇસીઆઇસીઆઇ ડાયરેકટના ધર્મેશ શાહના કહેવા મુજબ દિગ્ગજ આઇટી શેરોમાં આ શેર ખાસ્સો મજબૂત નજરે પડી રહ્યો છે. ટેકનિકલ ચાર્ટ પર  આ શેરાં ખરીદીના સંકેત મળી રહ્યા છે. રૂપિયા 3090નો સ્ટોપલોસ રાખીને ખરીદી શકાય. રૂપિયા 3440નો ટાર્ગેટ રાખી શકાય.

ગ્લેનમાર્ક ફાર્મા- ધર્મેશ શાહના કહેવા મુજબ આ શેરમાં ભાવ ઘટાડાનો સિલસિલો ખતમ થઇ ગયો છે. તેજીની રાહ પર ચાલવા માંડે પછી આ શેર રૂપિયા 504ના ભાવે પહોંચી શકાય. રૂપિયા 464નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરી શકાય.

ભારતીય એરટેલ- એચડીએફસી સિકયોરીટીઝના નાગરાજ શેટ્ટીનું કહેવું છે કે આ શેર ફરી ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. 535 ક્રોસ કર્યા પછી ઝડપી તેજી જોવા મળી શકે છે. 510 રૂપિયાની ઉપર આ શેરમાં ખરીદી કરી શકાય. ટાર્ગેટ 585 રૂપિયા રાખવો અને 498 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો.

પાવર ફાયનાન્સ કોર્પોરેશન- નાગરાજ શેટ્ટીનું કહેવું છે કે આ સરકારી કંપનીના ભાવ ઘટયા પછી ફરી ઉપર આવી શકે છે. 110 રૂપિયાની આજુબાજુ ખરીદી કરી શકાય. રૂપિયા 127નો ટાર્ગેટ રાખવો અને 106 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો. (આ લેખ વાચકોની જાણકારી માટે છે, રોકાણ નિષ્ણાતની સલાહથી જ કરવું)

 



 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp