
મે 2020થી સતત શેર બજારમાં મોટી ઉતર-ચડ આવી રહી છે. ત્યારથી લઇને અત્યાર સુધી વૈશ્વિક શેર બજારોની પણ હાલત ખરાબ જ છે. તેની અસર ભારતીય શેર બજારો પર પણ જોવા મળી છે. કોરાના વાયરસ મહામારી દરમિયાન વિશ્વભરના દેશની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ દરોમાં ઢીલાશ છોડી હતી. પણ, હવે જ્યારે સંક્રમણ ઓછું થઇ ગયું છે ત્યારે એક વાર ફરીથી પોલિસી રેટ વધારવામાં આવી રહ્યા છે. તેની અસર એ થઇ છે કે, અમેરિકા જેવા દેશોમાં પણ ટેક્નિકલી રિસેશનમાં જવાનું જોખમ વધી ગયું છે.
જો આપણે ગત સપ્તાહમાં ભારતીય શેર બજારોના પરફોર્મન્સની વાત કરીએ તો માર્કેટ 6 ટકા જેટલું તૂટ્યું છે. તેની પાછળ વિદેશી રોકાણકારો જવાબદાર રહ્યા છે. વિદેશી રોકાણકારો પાછલા ઘણા મહિનાઓથી ભારતીય બજારમાંથી પોતાના પૈસા બહાર કાઢી રહ્યાં છે.
રોકાણકારોની નજર આવતા સપ્તાહમાં આવનારા અમેરિકાના ઇકોનોમિક ડેટા પર બનેલી છે. રોકાણકારોને એ વાતનો ડર સતાવે છે કે, મોંઘવારી પર કંટ્રોલ મેળવવા માટે ફેડ રિઝર્વે હવે આક્રામક રીતે વ્યાજ દરોમાં વધારો કર્યો છે અને અમેરિકા આવનારા 12 મહિનાથી વધુ સમય માટે ટેક્નિકલ રિસેશનમાં જઇ શકે છે.
અમેરિકામાં મંદીની ચિંતા અને અન્ય ચિંતાઓના કારણે ક્રૂડની કિંમતો ઘટતી જઇ રહી છે. ગત સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડના વાયદાનો ભાવ 7 ટકા સુધી તૂટ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, આવનારા દિવસોમાં તેની ડિમાન્ડ ઓછી રહી શકે છે. તેની અસર પણ શેર બજાર પર પડી શકે છે.
વિશ્વભરના દેશોની સખત મોનિટરી પોલિસી અન વિદેશી રોકાણકારોના પોતાના દેશોની વેલ્યુએશન વધવાના કારણે સતત 8.5 મહિનાઓથી વિદેશી રોકાણકારોએ વેચવાલી મોટા પાયે કરી છે. વિદેશી રોકાણકારોએ અત્યાર સુધી જૂન મહિનામાં 31,453 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. તેનાથી એક મહિના પહેલા મે મહિનામાં 45,276 કરોડ રૂપિયાની વેચવાલી થઇ હતી.
જ્યાં એક તરફ વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ દરેક કડાકામાં ઘરેલુ રોકાણકારો ખરીદી કરી રહ્યાં છે. ઘરેલુ રોકાણકારોએ જૂન મહિનાથી અત્યાર સુધીમાં 30,312 કરોડ રૂપિયાની ખરીદી કરી છે.
દરેક સપ્તાહમાં મોનિટરી પોલિસીની બેઠકમાં થયેલી ચર્ચાનો રિપોર્ટ જાહેર થશે. તેનાથી એ ખબર પડશે કે, RBI હવે આગળ શું પગલું ભરશે. આશા છે કે, મે મહિનામાં મોંઘવારી દરના આંકડાઓમાં રાહત મળશે. એવામાં એ વાતની શક્યતાઓ ઓછી છે કે, RBI આગળ વ્યાજ દરો વધારવાનો નિર્ણય લેશે.
મે મહિનાના છેલ્લા સપ્તાહમાં સાઉથ વેસ્ટ મોનસૂનના લેન્ડફોલ બાદ તેની રફતાર સુસ્ત થઇ ગઇ છે. જે ઘણી નિરાશાજનક વાત છે. સુસ્ત રફ્તાર અને કેટલાક વિસ્તારોમાં વરસાદ આવવાથી કૃષિ પેદાવાર પર તેની અસર થઇ રહી છે. મોનસૂનમાં મજબૂતી ના આવી તો રોકાણકારોનો ભરોસો પણ ડગમગી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp