છેલ્લા 2 વર્ષોમાં આ 7 શેરોએ આપ્યું 1000% રિટર્ન

PC: bwbx.io

અમેરિકા- ચીન ટ્રેડ વોર, સ્લો ઈકોનોમી, કોરોના વાયરસ મહામારી અને અર્થવ્યવસ્થા પર ગંભીર જોખની વચ્ચે એવા 38 મિડકેપ શેર છે, જે ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યા છે. આ શેરોએ છેલ્લાં બે વર્ષોમાં આશરે 1000 ટકાનો ગ્રોથ કર્યો છે. જણાવી દઈએ કે, કોરોનાને કારણે શેર બજાર એપ્રિલના મહિનામાં 28 હજાર સુધી આવી ગયો હતો, ત્યારબાદ તેમાં તેજી આવી અને તે હાલ 40 હજારના સ્તર પર પણ પહોંચી ચુક્યો છે. Coastal Corporationના શેરે યર-ટુ-ડેટ (YTD)ના આધાર પર એક હજાર ટકા કરતા વધુનું રિટર્ન આપ્યું છે. 1 જાન્યુઆરી, 2018ના રોજ આ શેરનો ભાવ 16.94 રૂપિયા હતો. 31 ઓગસ્ટે આ શેરનો ભાવ 193 રૂપિયાને પાર કરી ગયો. 32 મહિનામાં આ શેરે 1000 ટકા કરતા વધુનો ગ્રોથ આપ્યો છે.

એ જ રીતે IOL Chemicalના શેરમાં 820 ટકા, Dolat Investmentના શેરમાં 604 ટકા, GMM Pfaudlerના શેરમાં 592 ટકા, Apollo Tricoat Tubesના શેરમાં 474 ટકા, Tanla Solutionsના શેરમાં 466 ટકા અને Alkyl Aminesના શેરમાં 373 ટકાની તેજી આવી છે. ભારતમાં રિટેલ નિવેશક પેની શેરોમાં ખૂબ જ નિવેશ કરી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, તેને પગલે એવા ઘણા શેરો છે જેમાં ખૂબ જ તેજી આવી છે. પરંતુ ખાસ વાત એ છે કે, તેમાંથી ઘણી કંપનીઓનું વેચાણ જરા પણ નથી. તેમ છતા આ શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. આવા જ પેની શેરોના લિસ્ટમાં ટ્રાન્સગ્લોબ ફૂડ્સ છે, જેના શેરોમાં આ વર્ષે 4300 ટકાની શાનદાર તેજી આવી છે.

ઝીરો રેવન્યૂવાળી કંપનીઓ

શેરોમાં તેજી (YTD)

ટ્રાન્સગ્લોબ ફૂડ્સ લિમિટેડ

4357%

શ્રી પ્રીકોટેડ સ્ટીલ્સ લિમિટેડ

1331%

ઈન્ટેગ્રા ગારમેન્ટ્સ એન્ડ ટેક્સટાઈલ લિમિટેડ

817%

રતન ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

442%

તિરુપતિ ટાયર્સ લિમિટેડ

303%

એ જ રીતે રિસ્કી ઈન્વેસ્ટમેન્ટને કારણે ચિંતાઓ પણ વધી રહી છે, કારણ કે આ શેરોમાં અચાનક પ્રોફિટ બુકિંગથી વ્યવસાયીઓને ભારે નુકસાન પહોંચી શકે છે. તેને કારણે બજારની હાલની તેજી પણ પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, લોકડાઉન શરૂ થયા બાદ મોટી સંખ્યામાં નવા નિવેશકોએ બજારમાં એન્ટ્રી લીધી છે. આ જ કારણ છે કે, બજારનો વ્યાપ વધી રહ્યો છે. આવી જ સ્થિતિ અમેરિકી બજારોમાં પણ જોવા મળી હતી.

આ અંગે વિશેષજ્ઞોનું કહેવું છે કે, રિટેલ નિવેશકોના નિવેશને કારણે નાના શેરોમાં તેજી આવી છે, જેના કારણે જોખમની સાથે જ કંસર્ન પણ વધ્યું છે. નિવેશકોએ ક્વોલિટી શેરોમાં જ રોકાણ કરવું જોઈએ અને દરેક સ્મોલકેપમાં પૈસા રોકવાથી બચવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp