શેરમાર્કેટમાં રોકાણ કરવાની આ છે ગોલ્ડન તક, જાણો કઈ રીતે અને ક્યાં કરશો રોકાણ

PC: bnpparibasmf.in

કહેવત છે કે, જે પડે છે એ જ ઉંચાઈઓ પર પહોંચે છે. શેરબજારમાં પણ કંઈક એવું જ છે. શેરબજારનો ઈતિહાસ રહ્યો છે કે, તે જ્યારે પણ નીચે આવ્યો છે, તે ફરીવાર નવી ઉંચાઈઓ પર પહોંચ્યો છે. આ જ કારણ છે કે, શેરબજારના આ નીચે જતા સમયમાં નિવેશ કરવાને યોગ્ય સમય માનવામાં આવે છે અને એક્સપર્ટ્સનું પણ કહેવું છે કે, આ જ યોગ્ય સમય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ શુક્રવારે 52 અઠવાડિયાના ન્યૂયનતમ સ્તર પર પહોંચી ગયો હતો. એટલું જ નહીં, નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકાંક નિફ્ટીમાં પણ શુક્રવારે લોઅર સર્કિટ લાગ્યું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ નિવેશ માટે એકદમ યોગ્ય સમય છે.

ભારત સહિત દુનિયાભરમાં બજારોમાં ઘટાડાનું સૌથી મોટું કારણ હાલ કોરોના વાયરસ છે. કોરોના વાયરસે દુનિયાભરમાં કારોબારને પ્રભાવિત કર્યો છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, કોરોના વાયરસ કોઈ સ્થાયી સમસ્યા નથી. અગાઉના વિષાણુઓની જેમ જ તેનો પ્રકોપ પણ સમાપ્ત થઈ જશે. ઈતિહાસ જણાવે છે કે, SARS, બર્ડ ફ્લૂ, ઈબોલા અને જીકા વાયરસના પ્રકોપના ઓછાં થયા બાદ બેથી ચાર મહિના સુધી સેન્સેક્સમાં ઝડપથી ઉછાળો જોવા મળ્યો હતો. કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થયા બાદ શેર બજારમાં કંઈક એવું જ થવાની સંભાવના છે. ઈતિહાસ રીપિટ થઈ શકે છે અને હાલ નિવેશ કરીને નિવેશકો સારી વેલ્થ ક્રિએટ કરી શકે છે સાથે જ બજારમાં ચમત્કારિક ગ્રોથ પણ જોઈ શકે છે.

શેરબજારમાં આવેલા ઘટાડાને રિકવર થવામાં આશરે 5થી 6 મહિનાનો સમય લાગી શકે છે. એવામાં એક્સપર્ટ્સનું કહેવું છે કે, નિવેશકોએ ત્રણ ભાગમાં નિવેશનું પ્લાનિંગ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ત્રણ ભાગમાં શેરબજારમાં નિવેશ કરી શકાય. હવે પ્રશ્ન એ છે કે, ક્યાં નિવેશ કરવું. રોકાણકારોએ રોજબરોજની જરૂરિયાતોને પૂર્ણ કરનારી વસ્તુઓ સાથે સંબંધિત ગતિવિધિઓવાળી કંપનીમાં રોકાણ કરવું સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તો બીજી તરફ કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે, કેમિકલ સેક્ટરમાં રોકાણ ભારતીયો નિવેશકો માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp