ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં રહેલો આ શેર 6 મહિનામાં પાર કરી શકે છે 1000ની સપાટી

PC: wikipedia.org

કોવિડ-19 બાદ શેરબજારમાં દેખાઈ રહેલા વેચાણના પ્રેશરને સહન કરતા આ વર્ષે કેટલાક શેરોએ પોતાના શેરધારકોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. બટરફ્લાઈ ગાંધીમતી અપ્લાયન્સીસ પણ એક એવો સ્ટોક છે, જેણે ગત એક વર્ષમાં પોતાના શેરધારકોના પૈસા ડબલ કરી દીધા છે. આ મલ્ટીબેગર સ્ટોક ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ શેરોમાંથી એક છે. આ શેરે ગત એક વર્ષમાં 110 ટકાની તેજી નોંધાવી છે અને તે લગભગ 410 રૂપિયાથી વધીને 875 રૂપિયાના ભાવ સુધી પહોંચી ગયો છે. જોકે, આટલી તેજી છતા શેર બજારના એનાલિસિસ હજુ પણ અકાઉન્ટ પર બુલિશ છે અને આવનારા બે ત્રિમાસિકમાં તેઓ આ શેરના ભાવ 1000 સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.

HDFC Securitiesએ પોતાના રિસર્ચ રિપોર્ટમાં કહ્યું, બટરફ્લાઈ ગાંધીમતી એપ્લાયન્સીસ ઘરેલૂં કિચનવેર સેગમેન્ટમાં થઈ રહેલા સતત ગ્રોથના સૌથી મોટા લાભાર્થીઓમાંથી એક હશે. બટરફ્લાય બ્રાન્ડનો મજબૂત ઐતિહાસિક રેકોર્ડ, સતત નવા ઉત્પાદન બનાવવા અને પ્રીમિયમ ક્વોલિટીવાળા પ્રોડક્ટ્સ દ્વારા કમાણીમાં વધારો થશે. કંપનીની સ્થાપિત બ્રાન્ડ, વિવિધ પ્રોડક્ટ્સ પ્રોફાઈલ અને ઓછાં નાણાકીય જોખમ પ્રોફાઈલના કારણે આ સ્ટોક પર પોઝિટિવ છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, એલપીજી સ્ટવ, મિક્સર ગ્રાઈન્ડર, કુકર અને ટેબલ ટોપ વેટ ગ્રાઈન્ડર સહિત ઘરેલૂં એપ્લાયન્સીસ ઈન્ડસ્ટ્રીના તમામ સેગમેન્ટમાં કંપનીની મજબૂત ઉપસ્થિતિ, નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના અને ડીલરોના વિસ્તારિત નેટવર્ક દ્વારા કંપનીના હાલના લાભ તેમજ ઉદ્યોગમાં હજુ વધારો થશે. આ ઉપરાંત, કંપનીનું મેનેજમેન્ટ આગળ વધવા માટે ઈ-કોમર્સ, નિર્યાત અને આધુનિક રિટેલ ચેનલની હિસ્સેદારી વધારવા પર ફોકસ કરી રહ્યું છે.

મિંટના સમાચાર અનુસાર, Choice Brokingના સુમીત બગડિયાએ ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોક પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું, આ મલ્ટીબેગર સ્ટોક ચાર્ટ પર પોઝિટીવ દેખાઈ રહ્યો છે અને તેમા 825 રૂપિયાના સ્તર પર સ્ટોપલોસ લગાવીને તેમા 970થી 1000 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરી શકાય છે.

HDFC Securitiesએ આ સ્ટોક પર નિવેશની સલાહ આપતા કહ્યું, અમને લાગે છે કે, સ્ટોકનું સાચુ મૂલ્ય 950 રૂપિયા છે અને બુલ કેસમાં તેનો યોગ્ય ભાવ આવનારા બે ત્રિમાસિકમાં 1016 રૂપિયા થઈ શકે છે. નિવેશક 870 રૂપિયાથી 875 રૂપિયાની વચ્ચે આ સ્ટોક ખરીદી શકે છે અને ઘટાડો આવવા પર 765 રૂપિયાથી 770 રૂપિયાની વચ્ચે તેમા એડ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp