ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ખાનગી બેંકનો શેર મહિનામાં 43 ટકા ઉછળ્યો

PC: zeebiz.com

શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં એક ખાનગી બેંકનો શેર છે, જે એક મહિનામા જ 43 ટકા જેટલો ઉછળી ગયો છે.કદાચ, તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો જોઇ લેજો.

રાકેશ ઝુનઝુનવાલાએ જેમાં રોકાણ કરેલું છે તેવી કરુર વૈશ્ય બેંકના શેર શુક્રવારે ઇન્ટ્રા ડેમાં જોરદાર તેજી જોવા મળી હતી. અને આ શેરનો ભાવ 4 ટકા વધીને 53.35 રૂપિયા પર પહોંચી ગયો હતો, જે 2 વર્ષની તેની સૌથી ઉંચી સપાટીએ જોવા મળ્યો હતો. 30 જૂન 2022ના દિવસે પુરા થયેલા પહેલા ત્રિમાસિક ગાળાના બેંકના પરિણામો ઘણા સારા આવ્યા છે. આ સમયગાળામાં બેંકની વ્યાજની આવકમાં મજબૂતાઇ જોવા મળી છે. સાથે બેંકની એસેટ ક્વોલીટિમાં પણ સુધારો જોવા મળ્યો છે. આ બધા કારણોને લીધે કરુર વૈશ્ય બેંકના શેરમાં જોશ જોવા મળી રહ્યો છે.

છેલ્લાં 1 મહિનામાં આ ખાનગી બેંકનો શેર 43 ટકા જેટલો ઉછળી ગયો છે. આ સમયગાળામાં સેન્સેક્સ 10 ટકા  વધ્યો છે.કરુર વૈશ્ય બેંકનો શેર વર્ષ 2019ના તેના હાઇએસ્ટ લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે.18 સપ્ટેમ્બર 2017માં આ શેરના ભાવે 137 રૂપિયાની ઉંચાઇ  હાંસલ કરી હતી.

જૂન 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામા રાકેશ ઝુનઝુનવાલાની કરુર વૈશ્ય બેકંમાં 4.50 ટકા હિસ્સેદારી હતી. પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેંકનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 110 ટકા વધ્યો છે.ગયા નાણાંકીય વર્ષમાં 109 કરોડના ચોખ્ખા નફા સામે બેંકે 229 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

બેંકના ઓપરેટીંગ ખર્ચમાં થયેલો ઘટાડો અને ઓછી લોન ખર્ચનો લાભ મળ્યો છે.30 જૂન 2022ના દિવસે પુરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેંકનું ગ્રોસ NPA 7.97 ટકા ઘટીને 5.2 ટકા પર પહોંચી ગયું છે.

HDFC Securitesનું કહેવું છે કે કરુર વૈશ્ય બેંક બિઝનેશ પર ફોકસ રાખી રહ્યું  છે. બેંકે નાણાંકીય વર્ષ 2023માં પોતાના લોન ગ્રોથમાં 15 ટકા વધારાનો અંદાજ મુક્યો છે. બેંકને આગળ જતા નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં વધારો અને ક્રેડિટ કોસ્ટના ઘટાડાનો ફાયદો મળશે.

કરુર વૈશ્ય બેંકના શેરનો ભાવ શુક્રવારે 61 પર ખૂલ્યો હતો, ઉંચામાં 63.75 સુધી પહોંચીને 61.15 પર બંધ રહ્યો હતો.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp