કસીનો ચલાવનારી આ કંપનીના શેર રેકોર્ડ હાઈ પર, રાકેશ ઝુનઝુનવાલાનું પણ છે રોકાણ

PC: tripsavvy.com

શેર માર્કેટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા કઈ કંપનીના શેરમાં રોકાણ કરે છે, માર્કેટમાં તેનું પરફોર્મન્સ કેવુ છે. તેના પર સમગ્ર શેરબજારની નજર રહે છે. શેર બજારમાં સવારના કારોબારમાં તેમના પોર્ટફોલિયોમાં એક શેરે 52 અઠવાડિયાના રેકોર્ડ સ્તરને ટચ કર્યો અને તેમા 176%નો ગ્રોથ ઝોવા મળ્યો. દેશમાં કસીનો અને હોટેલ ચલાવનારી પ્રમુખ કંપની Delta Corpના શેર મંગળવારે સવારે કારોબારી સત્રમાં તેજી સાથે ખુલ્યા અને જોતજોતામાં તે 305.60 રૂપિયાના વર્ષભરના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો. તે સોમવારે 272.15 રૂપિયા પર બંધ થયેલા લેવલથી 12.29% વધુ છે. જ્યારે બપોરના સત્રમાં તે 7.40%ના વધારા સાથે 292.40 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.

Delta Corpએ હાલમાં પોતાના ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. આ દરમિયાન કંપનીની ખોટમાં ઘટાડો આવ્યો છે, જેના કારણે તેના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીના શેર જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘટીને 22 કરોડ રૂપિયા રહી ગયા, જ્યારે ગત વર્ષે આ અવધિમાં કંપનીનો ઘટાડો 55 કરોડ રૂપિયા અને એપ્રિલ-જૂન 2021માં 29 કરોડ રૂપિયા હતો. શેર માર્કેટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં Delta Corpના શેર સામેલ છે. તેમની પાસે કંપનીની 4.31% હિસ્સેદારી છે. તેમજ તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે Delta Corpના આશરે 85 લાખ શેર છે અને તે 3.19%ની હિસ્સેદારી બરાબર છે. આ ઉપરાંત, આ કંપનીની 6.73% હિસ્સેદારી 5 મ્યૂચ્યુઅલ ફંડ્સની પાસે છે.

ડેલ્ટા કોર્પના શેરમાં 2021ની શરૂઆતથી અત્યારસુધી 83.28%નો ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે સમગ્ર એક વર્ષમાં તેનો ગ્રોથ 176.26% રહ્યો છે. ગત વર્ષે 14 ઓક્ટોબર, 2020ના રોજ કંપનીના શેર પોતાના સૌથી નીચલા સ્તર પર એટલે કે 103 રૂપિયા પર હતા.

Delta Corp એન્ટરટેન્મેન્ટ, ગેમિંગ, રિયલ એસ્ટેટ, એવિએશન અને હોસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરે છે. કંપની Deltin બ્રાન્ડ નામથી ગેમિંગ અને હોસ્પિટાલિટીનો મુખ્ય બિઝનેસ કરે છે, કંપનીની પાસે ગોવામાં 3 કસીનો છે. તેમા Deltin Royale, Deltin JAQK અને Deltin Caravela સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp