નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નું ટ્રેડિંગ બંધ થતા લોકો Memes બનાવી લઈ રહ્યા છે મજા

PC: khabarchhe.com

દેશના અગ્રણી શેરબજાર ગણાતા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના લાઇવ ડેટા અપડેટમાં બુધવારે મુશ્કેલી ઉભી થતા સ્ટોક બ્રોકર્સ અને રોકાણકારોની મુશ્કેલી વધી છે અને આ વાતની ભારે હોહા મચી ગઇ છે. સોશિયલ મીડિયા પર રિટેલ ટ્રેડર અને બ્રોકરેજ હાઉસ સતત ફરિયાદ કરી રહ્યા છે, પણ આ લખાય છે ત્યાં સુધી હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ટેકનોલોજીનો ઉપયોગ જેટલો ફાયદાકારક છે એટલો જ કોઇક વાર નુકશાનદાયક પણ બની શકે છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના લાઇવ ડેટામાં મુશ્કેલી ઉભી થતા એક યૂઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે NSE ઘણી વખત આવા પ્રકારની સમસ્યા ઉભી થાય તેના નિકાકરણ માટે મોક ટ્રેડીંગ સેશનનું આયોજન કરતી રહે છે, આમ છતા આવી ગરબડ સામે આવે છે. મોક ટ્રેડીંગનો મતલબ એ છે કે જે રીતે ડીઝાસસ્ટરમાં મોક ડ્રીલનું આયોજન કરીને એવી ખાત્રી મેળવવામાં આવે છે કે ખરેખર ઘટના બને ત્યારે કયાં કયા પ્રોબ્લેમ આવી શકે અને કેટલો સમય જઇ શકે. એવી જ રીતે મોક ટ્રેડીંગ સેશનમાં એ વાતની ચકાસણી કરવામાં આવે છે કે ચાલું બજારે કોઇ ગરબડ ઉભી થાય તો તેનું નિવારણ કેવી રીતે કરવું.

જાણવા મળેલી માહિતી મુજબ બધા બ્રોકરેજ હાઉસને NSE તરફથી મળતા ઇંન્ડેકસ પ્રાઇસ ફીડ અપડેશનમાં મુશ્કેલી આવી રહી છે. આ મુશ્કેલી શેના કારણે ઉભી થઇ છે તે અત્યારે જાણવા મળ્યું નથી.

રિટેલ ટ્રેડર સતત અપડેટ થતા પ્રાઇસ ફીડ પર નજર રાખતા રહે છે. આ રિટેલ ટ્રેડર્સ સોશિયલ મીડિયા પર પોતાનો ઉભરો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફરિયાદમાં કહેવામાં આવી રહ્યું છે કે NSEના લાઇવ ડેટા અપડેટ નથી થઇ રહ્યા. નિફટી 50, નિફટી બેંક સાથે સંકળાયેલા લાઇવ ડેટા મેળવવામાં પરેશાની ઉભી થઇ રહી છે. રિટેલ ટ્રેડર્સ અને બ્રોકરેજ સતત NSEનો સંપર્ક કરી રહ્યા છે.

શેરબજારમાં રોકાણ કરનારા અને ટ્રેડીંગ કરનારા બજારના સમયે એકદમ એલર્ટ હોય છે, કારણ કે સેકન્ડે સેકન્ડ તેમના માટે મહત્તવની હોય છે. લાખો કરોડો રૂપિયાની ટ્રેડીંગની પોઝિશન ઉભી હોય અને જો સમય ચુકી જવાય તો મોટું નુકશાન થતું હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp