બજારમાં હાલ તેજી કે મંદીની આશા ઓછી, સેક્ટોરલ વ્યુ રાખવા વૈભવ સંઘવીની સલાહ

PC: business-standard.com

રેકોર્ડ સ્તર ટચ કર્યા બાદ બજારમાં કંસોલિડેશન ચાલી રહ્યું છે. એક મીડિયા ઇન્ટર્વ્યુમાં એવેન્ડસ કેપિટલના Co-CEO વૈભવ સંઘવીએ કહ્યું કે, ચીનમાં સ્થિતિ સુધરવાથી ગ્લોબર રોકાણકારોની નજર ફરી ચાઇના પર પડશે. તેમનું કહેવું છે કે, દિવાળી બાદથી બજારમાં કંસોલિડેશન ચાલી રહ્યું છે. બજારમાં હાલ તેજી કે મંદીના ટ્રિગર નજરે નથી પડી રહ્યા. હાલ બજારમાં કોઇ મોટો કડાકો આવવાની આશંકા દેખાતી નથી. વૈભવ સંઘવીને બજારના ઘણા વર્ષોનો અનુભવ છે.

6 વર્ષથી વધારે સમયથી તેઓ એવેન્ડસ કેપિટલના કો ફાઉન્ડર રહ્યા છે. આ પહેલા વૈભવ સંઘવી એંબિટમાં 9 વર્ષ સુધી મેનેજિંગ ડાયરેક્ટરના પદ પર કાર્યરત રહી ચૂક્યા છે. બજારની સ્થિતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મોંઘવારી હાલ કાબૂમાં છે અને ગ્રોથ પર જ રિઝર્વ બેન્કનું ફોકસ રહેશે. પોલિસીમાં 0.35 ટકા વ્યાજ દરો વધવાની આશંકા છે. જ્યારે, રૂપિયામાં નબળાઇ રિઝર્વ બેન્ક માટે એક મોટો પડકાર બની રહ્યો છે.

આ વાતચીતમાં તેમણે આગળ કહ્યું કે, બજારમાં અમે હાલના સ્તરથી મોટો કડાકો નથી જોઇ રહ્યા. પણ બજારમાં હાલ કંસોલિડેશનનો મૂડ ઓન છે. તેના કારણે બેન્કિંગ સેક્ટર, ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર, કંઝ્યુમર સ્ટેપલ સેક્ટર અને રિન્યુએબલ સેક્ટર પર પોઝિટિવ દૃષ્ટિકોણ બનેલો છે. જોકે, IT અને NBFC પર દબાણ જોવા મળી શકે છે. ફાઇનાન્સ શેરોમાં થોડું દબાણ રહેવાની આશંકા છે જ્યારે ઇન્ડસ્ટ્રિયલ શેરોમાં સારી તેજીની સંભાવના છે. જ્યારે ચીનના ફરીથી ખુલ્યા બાદ મેટલ એન્ડ માઇનિંગ સેક્ટરમાં એક ફરી વાર મોમેન્ટમ જોવા મળી શકે છે.

IT સેક્ટર પર વાત કરતા વૈભવ સંઘવીનું કહેવું છે કે, ગ્લોબલ ઇકોનોમીમાં સુસ્તીના કારણે IT સેક્ટર પર દબાણ રહેવાની શક્યતા છે. કારણ કે, IT કંપનીઓના માર્જિન અને નફામાં દબાણ જોવા મળી શકે છે. જોકે, તેનો મતલબ એ નથી કે, IT સેક્ટર સાથે જોડાએલી કંપનીઓમાં મોટું કરેક્શન જોવા મળ્યું પણ આ સેક્ટર આગળ અંડરપર્ફોર્મ કરતું નજરે પડી શકે છે.

(નોંધઃ Khabrchhe.COM પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટ્સના અંગત વિચારો હોય છે. યુઝર્સને સલાહ છે કે, કોઇપણ પ્રકારનું રોકાણ કરવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લો.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp