એપ્રિલ સીરીઝમાં વાયદા બજારમાં કયા શેરોમાં મજબૂતી રહેશે

PC: tradebrains.in/nifty-indexes-explained

શેરબજારમાં એપ્રિલ સીરીઝની શરૂઆત પછી બેંક, કન્ઝૂયમર,પાવર કંપનીઓના શેરોમાં ખાસ્સી હલચલ જોવા મળી રહી છે. જો કે દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને કારણે બજાર પર દબાણ પણ જોવા મળી રહ્યું છે.

ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થાય તે પહેલા આઇટી અને ગેસ શેરોમાં તેજીની પોઝિશન બનાવવામાં આવી રહી છે. એકસપર્ટના કહેવા મુજબ એપ્રિલ સીરીઝ દરમ્યાન વાયદા બજારમાં કયા શેરોમાં મજબૂતાઇ જોવા મળી રહી છે.

એયૂ સ્મોલ ફાઇનાન્સ બેંક- બેંક નિફટીનો નવો મેમ્બર બન્યો છે એયૂ સ્મોલ ફાઇનાન્સ બેંક, જેમાં હવે તેજીની પોઝિશન બની રહી છે. મોતીલાલ ઓસવાલના ચંદન તાપડિયાનું કહેવું છે કે એયૂ બેંક હવે નિફટીનો હિસ્સો બન્યું છે અને તેને કારણે એમાં ઓપન ઇન્ટરેસ્ટ વધ્યો છે. નજીકના ભવિષ્યમાં આ બેંકની રૂખ સકારાત્મક જોવા મળી રહી છે અને 1300 રૂપિયાના સ્તરે પહોંચવાની સંભાવના છે.

ઇંફો એજ ઇન્ડિયા- તાજેતરના મહિનાઓમાં તેજી પછી ઇંફો એજ ઇન્ડિયામાં શોર્ટ પોઝિશન બની રહી છે. એનાલિસ્ટ નોમુરાનું કહેવું છે કે છેલ્લાં 1 વર્ષમાં આ શેરનો ભાવ 150 ટકા વધ્યો છે અને શેરની વેલ્યૂ બધા બેંચ માર્કસ પાર કરી ચૂકી છે. રોકાણકારો જોમેટાના આઇપીઓની રાહ જોઇ રહ્યા છે, જે ઇંફો ઇન્ડિયામાં તેજી લાવી શકે તેમ છે. એનાલિસ્ટનું માનવું છે કે આ શેર અત્યારે હોલ્ડ રાખવો જોઇએ.

ટાટા કન્ઝયૂમર- નિફટીમાં સામેલ થયેલો આ શેર ટ્રેડર્સના રડાર પર છે. એનાલિસ્ટ નોમુરાએ તાજેતરમાં જ ટાટા કંઝયૂમરનો શેર ખરીદવાની ભલામણ કરી હતી અને 750 રૂપિયાનો ટાર્ગેટ રાખવાનું કહેવાયું છે. ટાટા કંઝયૂમર દરેક શ્રેણીમાં FMCG દિગ્ગજ બનવાની તૈયારી કરી રહી છે. મોતીલાલ ઓસવાલના ચંદન તાપડીયાએ આ શેર 675 રૂપિયા સુધી પહોંચવાની ધારણાં રાખી છે.

GAIL ઇન્ડિયા- બજારમાં અસ્થિરતા હોવા છતા GAIL ઇન્ડિયાના શેરમાં તેજીની પોઝિશન બનાવવામાં આવી રહી છે .ગોલ્ડમેન સૈકસ અને CLASCએ આ શેર ખરીદવાની ભલામણ કરી છે.CLASCએ આ શેર માટે રૂપિયા 170નો ટાર્ગેટ આપ્યો છે. આ શેર તેના લાંબા ગાળાના એવરજની તુલનામાં ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે.

કમિંસ ઇન્ડિયા- ટેકનિકલ આધાર પર કમિંસ ઇન્ડિયાના શેરમાં  દિલચસ્પી વધી રહી છે અને આ શેરમાં સારી તેજી જોવા મળી શકે તેમ છે. મોતીલાલ ઓસવાલના ચંદન તાપડીયાએ કહ્યું હતું કે આ શેર ટુંક સમયમાં 980ના લેવલે પહોંચી શકે તેમ છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ લેવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp