કોરોનાના કારણે અર્થવ્યવસ્થા નીચે જઈ રહી છે, તો શેરબજારમાં કેવી રીતે તેજી? જાણો

PC: tosshub.com

વર્લ્ડ બેંકે પોતાના જૂન 2020ના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં કહ્યું છે કે, દુનિયાની અર્થવ્યવસ્થા બીજા વિશ્વયુદ્ધ બાદ અત્યારસુધીની સૌથી ખરાબ મંદીનો સામનો કરી રહી છે. વર્ષ 2020માં ગ્લોબલ ઈકોનોમીમાં 5.2 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે. વર્લ્ડ બેંકના અનુસાર, આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં પણ 3.2 ટકાનો ઘટાડો આવી શકે છે.

ભારતની વાત કરીએ તો, બિઝનેસ ટુડે મેગેઝીનના નવા અંકમાંથી આ વિશે ત્રણ રસપ્રદ આંકડા મળે છે. 1) SBIના અનુમાનો અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં અર્થવ્યવસ્થામાં 6.8 ટકાનો ઘટાડો આવી શકે છે. 2) નાણાકીય વર્ષ 2019-20ના ચોથા એટલે કે માર્ચના ત્રિમાસિકમાં GDP ગ્રોથ માત્ર 3.1 ટકા હતો, જે 11 વર્ષનો સૌથી ધીમો દર છે. 3) તમામ કંપનીઓના પરિણામો પરથી એ જાણવા મળે છે કે, તેમની આવક અને નફામાં ભારે ઘટાડો આવ્યો છે.

શેરબજારોની આ તેજી ચકિત કરનારી છે, કારણ કે મૈક્રોઈકોનોમિક ફંન્ડામેન્ટલ (અર્થવ્યવસ્થાના બૃહદ પાયાના આંકડા) પણ મજબૂત નથી અને બિઝનેસ ફન્ડામેન્ટલ પણ મજબૂત નથી. બિઝનેસ ટુડેના જણાવ્યા અનુસાર, ભારતમાં નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિકમાં 532 કંપનીઓનો ચોખ્ખો નફો 39.5 ટકા ઘટી ગયો, જ્યારે એક વર્ષ પહેલા આ દરમિયાન તેના નફામાં 59 ટકાની તેજી આવી હતી. તેમની આવક તો 12 ત્રિમાસિકમાં સૌથી ખરાબ હતી.

પરંતુ 23 માર્ચથી 12 જૂન દરમિયાન દેશના ત્રણ ટોચના શેરો- RIL, HDFC અને Infosysની બજાર પૂંજીમાં 6.3 લાખ કરોડ રૂપિયા એટલે કે આશરે 43 ટકાનો વધારો થઈ ગયો, જ્યારે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું હતું. એટલું જ નહીં, તમામ શેરોનો પ્રાઈઝ ટુ અર્નિંગ રેશિયો (PE) પરથી જાણવા મળે છે કે, તેનું વેલ્યૂએશન ખૂબ જ વધારે છે. PE નિવેશ માટે સારું સ્ટાન્ડર્ડ ગણાય છે. ઓછા PE વાળા શેરને સારા માનવામાં આવે છે. સેન્સેક્સનો PE તો વર્ષ 2007-08ના લીમૈન સંકટની સરખામણીમાં બેગણો થઈ ગયો છે. 18 જૂને S&P BSE Sensexનો PE 21.81 હતો. એટલું જ નહીં, ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ વોરની વચ્ચે પણ શેરબજારમાં તેજી આવી રહી છે.

શું છે શેરબજારમાં તેજીનું કારણ?

જ્યારે અર્થવ્યવસ્થાઓ ઘટાડા તરફ જઈ રહી હોય, શેરબજારોમાં ઉછાળો શા માટે આવી રહ્યો છે? તે અંગે એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, સરકારોએ અર્થવ્યવસ્થામાં જે કેશ નાંખી છે, તેની સકારાત્મક અસર થઈ છે. ભારતમાં પણ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. તેના કારણે સિસ્ટમમાં 8.1 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ આવી ગઈ. જોકે, તેનો મોટાભાગનો હિસ્સો હવે રિઝર્વ બેંકની પાસે જમા રહે છે.  

શેરબજારમાં તેજીનું બીજું કારણ માણસની સદીઓ જુની જુગાર અથવા સટ્ટેબાજીની એ લત છે, જે તેને ઓછાં સમયમાં વધુ પૈસા કમાવા માટે પ્રેરિત કરે છે. સ્ટોક માર્કેટ આવી જ ગેમ છે, જેમાં કેટલાક લોકોને ફાયદો, બાકીના ઘણા બધા લોકોને નુકસાનની કિંમતે થાય છે. વ્યાજ દરો ઘટવાને કારણે હવે વધુમાં વધુ લોકો આ ગેમમાં જોડાશે. એક ભારતીય અર્થશાસ્ત્રીએ એકવાર કહ્યું હતું કે, શેરબજાર આપણી આસપાસની સૌથી મોટી પોંજી સ્કીમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp