Zomato આ વર્ષનો સૌથી મોટો IPO હશે, પણ આ કંપની પોતાનો હિસ્સો વેચી તેવી શક્યતા

PC: iposubscription.com

ઝોમેટોના IPOને લઇને હવે ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. ઇંફો એજ ઇન્ડિયાએ મંગળવારે સાંજે જાણકારી આપી હતી કે જોમેટો ફૂડ ડિલીવરી કંપનીના IPOમાં પોતાની હિસ્સેદારી ઓફર ફોર સેલ હેઠળ વેચશે.

ઇંફો એજએ જાણકારી આપી હતી કે જોમેટાના IPOમાં રૂપિયા 750 કરોડ રૂપિયાની હિસ્સેદારી ઓફર ફોર સેલ હેઠળ વેચી દેશે. આ જાણકારી કંપનીએ એકસ્ચેન્જને આપી છે. જોમેટોની  ફંડ ભેગું કરવાની હાલની યોજના પછી ઇંફો એજની પાસે જોમેટોની 19 ટકા હિસ્સેદારી રહેશે.

આ IPOની ઘણા સમયથી બજારમાં રાહ જોવાઇ રહી છે. જોમેટા દેશની એ શરૂઆતી યૂનિકોન કંપનીઓમાં સામેલ થઇ જશે, જે ભારતીય બજાર પર લિસ્ટીંગની યોજના બનાવી રહી છે.

દેશભરમાં જાણીતી ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીએ આ વર્ષમાં ટાઇગર ગ્લોબલ, કોરા અને અન્ય રોકાણકારો પાસેથી 25 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું છે. આ પ્રક્રિયામાં કંપનીની વેલ્યૂએશન 5.4 બિલિયન ડોલર આંકવામાં આવી રહીછે. આ ઇશ્યૂના મેનેજમેન્ટ માટે કોટક મહિન્દ્રા બેંક, મોર્ગન સ્ટેન્લી, સિટી બેંક, ક્રેડિટ સુઇસ અને બેંક ઓફ અમેરિકા પર પસંદગી ઉતારવામાં આવી છે.

ઝોમેટો કંપનીએ પોતાને ખાનગી કંપનીમાંથી પબ્લિક કંપની તરીકે તબદીલ કરી નાંખી છે જેથી IPO લાવવામાં સરળતા રહે. જોમેટો IPO દ્રારા 70થી 1 કરોડ અરબ ડોલર ઉભા કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.

જાણવા મળેલી માહિતી મુજબ IPO જૂન મહિના સુધીમાં આવી શકે છે. જોમેટોએ IPO દ્રારા રૂપિયા 8250 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાની યોજના બનાવી છે. કંપનીએ પ્રસ્તાવિત IPO માટે સેબીમાં DRAFT RED HEARING PROSPECTUS (DRHP) રજૂ કરી દીધુ છે. આ ડ્રાફટ મુજબ ઝોમેટોના IPOમાં ફ્રેશ ઇકવિટી શેર અને હાલના શેરધારક ઇંફો એજના ઓફર ફોર સેલ સામેલ હશે. ઇંફો એજ એ જોબ પોર્ટલ નોકરી ડોટ કોમની પેરંટ કંપની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષનો આ સૌથી મોટો IPO હશે અને પહેલું એવું સ્ટાર્ટએપ હશે જે લિસ્ટીંગ થશે.

ઝોમેટોનું કહેવું છે કે IPO પહેલાં કંપની 1500 કરોડ રૂપિયાના પ્રાઇવેટ પ્લેસમેન્ટ માટે પણ વિચારણા કરી રહી છે.

કંપનીએ કહ્યું છે કે શહેર વસ્તીમાં વધારો, ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની વધી રહેલી પહોંચને કારણે કંપનીનો વિકાસ તો થતો રહેશે, પણ અત્યારે કંપની લોસમાં ચાલે છે અને આગળ જઇને રોકાણ વધારવું પડી શકે છે. જેમાં રોકાણ અને ખર્ચની સરખામણીએ આવક ઓછી થવાની સંભાવના છે. કોરોના વાયરસની બીજી લહેરમાં પણ કંપની સામે મોટો પડકાર છે. રેસ્ટોરન્ટ પાર્ટનર અને ડિલીવરી પાટનર્સ હાથમાંથી ચાલ્યા જવાની સમસ્યા ઉભી થઇ શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp