એક એવા ટીચર જે બાળકોને ભણાવવા માટે કરે છે 370 કિમીનો પ્રવાસ

PC: khabarchhe.com

કાલે આખો દેશ શિક્ષક દિવસની ઉજવણી કરશે. જેમનાં જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે, તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્નન માનતા હતાં કે જ્યાં સુધી શિક્ષક શિક્ષણ પ્રત્યે સમર્પિત અને પ્રતિબદ્ધ નહીં બનશે, ત્યાં સુધી શિક્ષણને મિશનનું રૂપ નહીં મળી શકશે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે, જે આ મિશનને પૂર્ણ કરવા માટે પ્રયાસરત છે. આ ટીચર્સમાં ગુરુગ્રામનાં શિક્ષક આશિષનું પણ નામ આવે છે, જે ગામનાં બાળકોને ભણાવવા માટે દર અઠવાડિયે ગુડગાંવથી ઉત્તરાખંડનો પ્રવાસ કરે છે.

આશિષ એક મલ્ટીનેશનલ IT કંપનીમાં નોકરી કરે છે, બાળકોને ભણાવવાનું તેને ગમે છે. આથી દર અઠવાડિયે તે પોતાનાં ગામ જાય છે અને બાળકોને ભણાવે છે. આશિષનું ગામ તિમલી પૌડી-ગઢવાલ જિલ્લામાં છે. 1882માં તેનાં દાદાનાં દાદાએ એક સંસ્કૃત સ્કૂલ શરૂ કરી હતી. ધીમે-ધીમે ત્યાં આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થવા માંડી, આથી 2013માં આશિષે પોતાનાં સગા-સંબંધીઓની મદદથી અહીં કમ્પ્યુટર સેન્ટર શરૂ કર્યું અને આજે અહીં માત્ર તિમલી જ નહીં, પરંતુ આસપાસનાં ગામનાં વિદ્યાર્થીઓ પણ કમ્પ્યુટર શીખવા માટે આવે છે. અને હાલ આ શાળામાં આસપાસનાં 23 ગામોનાં 36 બાળકો કમ્પ્યુટર શીખવા માટે આવે છે. આશિષ આ બાળકોને ભણાવવા માટે દર અઠવાડિયે 370 કિલોમીટરનો પ્રવાસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp