4 કેમેરા સાથે લોન્ચ થયો Honor 9 Lite, જાણો કિંમત અને ફીચર્સ

PC: gsmarena.com

Huaweiની સબ બ્રાન્ડ Honorનો નવો સ્માર્ટફોન આજે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. Honor કંપનીએ Honor 9 Liteને લોન્ચ કરી દીધો છે, જેમાં રિયર અને ફ્રન્ટ બંને સાઇડ 2-2 ડ્યૂઅલ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનને બ્લેક, બ્લ્યૂ અને ગ્રે કલરમાં 2 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 3GB RAM/32GB અને 4GB RAM/64GB આ બે વેરિયન્ટમાં ફોનને લોન્ચ કરવામાં આવ્યો છે.

4GB RAM/64GB વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે 3GB RAM/32GB વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. રિયર અને ફ્રન્ટ બંને બાજુ 13MP+2MP કેમેરા આપવામાં આવ્યા છે. 21 જાન્યુઆરીથી ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર આ ફોન ખરીદી શકાશે. 

 
ડિસ્પ્લેઃ 5.65-inch
પ્રોસેસરઃ 1.7GHz octa-core
રિઝોલ્યુશનઃ 1080x2160 pixels
OS: Android 8.0
બેટરીઃ 3000mAh

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp