સ્માર્ટફોન અત્યારે લઇ લો, બજેટ પછી નહીં ખરીદી શકો

PC: Dignited.com

કેન્દ્રની મોદી સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માગે છે અને આયાત ઘટાડવા માગે છે તેથી ભારતમાં આવતા વિદેશી મોબાઇલ ખૂબ મોંઘા થઇ શકે છે. લોકો તેને ખરીદી શકશે નહીં.

આગામી બજેટમાં કેન્દ્ર સરકાર કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરી રહી છે તેથી સ્માર્ટ ફોન મોંઘા થઇ શકે છે. ઇમ્પોર્ટેડ ફોન કે ઇલેક્ટ્રોનિક્સ ચીજો બજેટ પછી ખૂબ મોંઘી મળશે.

હાલ જે ચીજવસ્તુઓ ડ્યુટી ફ્રી મળે છે તેમાં કસ્ટમ ડ્યુટી લાદવાનો સરકારનો ઇરાદો ચે. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, કેમેરા, ડિસપ્લે જેવી ચીજો મોંઘી બની શકે છે.

જીએસટીના અમલના કારણે કેન્દ્ર અને રાજ્યોની આવક ઘટી છે ત્યારે સરકાર કસ્ટમ ડ્યુટીના દરોમાં વધારો કરી રહી છે. જે ચીજો ડ્યુટી ફ્રી છે તેમાં ડ્યુટી નાંખવાનો વિચાર છે. ડ્યુટી વઘતાં આયાત ઘટી જશે અને એસેમ્બલીંગના સ્થાને મેન્યુફેક્ચરીંગ વધી જશે.

ઉલ્લેખનીય છે કે સરકારે ગયા જુલાઇ મહિનામાં મોબાઇલ ફોન પર 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી લાગુ કરી હતી પરંતુ ડિસેમ્બર મહિનામાં બીજા પાંચ ટકાનો વઘારો કર્યો છે. મોબાઇલ ઉપરાંત, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ, ટીવી અને ઇમ્પોર્ટેડ LED લાઇટ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટીમાં પણ વધારો કરાયો હતો.

બજેટમાં આ વખતે સરકાર કોમ્પોનન્ટ્સ પર વધારે ધ્યાન આપશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. ડિસ્પ્લે પેનલ્સ, કેમેરા મોડ્યુલ્સ અને અન્ય પાર્ટ્સ પર અત્યારે કસ્ટમ્સ ડ્યૂટી લાગતી નથી.

2016-17ના બજેટમાં મોબાઇલ ફોન્સ, લેપટોપ્સ અને પર્સનલ કમ્પ્યુટર્સના ઉત્પાદનમાં વપરાતા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ પર બે ટકાની સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી (SAD) લાદવામાં આવી હતી, પણ થોડા મહિના પછી તે રદ કરાઈ હતી. હવે તેની પર 10 ટકા સુધીની ડ્યૂટી લાગે તેવી શક્યતા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp