આ એપ કરશે તમારી જૂની યાદોને તાજી, જાણો ફીચર્સ

PC: iphonemod.net

પહેલા કેમેરાથી ફોટો ક્લિક કરવાનું ઘણું અઘરું હતું. સૌથી પહેલા કેમેરાનો રોલ ખરીદો પછી ક્લિક કરી તેને ધોવા માટે આપવો અને પછી ડાર્ક રૂમમાં ફોટો બનીને તૈયાર થતા હતા. હવે તો એક ક્લિક કરો અને તરત જ તમારી સામે ફોટો આવી જાય છે. તે પણ એકદમ હાઈ ક્વોલિટીનો. પરંતુ હવે એક એવું એપ આવ્યું છે જે તમારી જૂની યાદોને તાજા કરી દેશે. આજના જમાનાનો ફોટો તમને તમારી જૂની યાદોને તાજા કરાવશે. આ એપનું નામ છે Gudak Cam.ચાલો જાણીએ આ એપ કેવી રીતે કામ કરે છે.

આ એપની ખાસિયત છે કે આ એપથી તમે ફોટો ક્લિક કરવા બાદ તમને તરત જ તમારો ફોટો નહીં દેખાશે. ક્લિક કર્યાના ત્રણ દિવસ પછી તમને તમારો ફોટો દેખાશે. ક્લિક કરવાના 24 કલાક પછી ફોટો ડેવલોપ થવાનું શરૂ થળે. ફોટો ક્લિક કરવા પર જૂના કેમેરામાં જેવો અવાજ આવતો હતો તેવો જ અવાજ આવશે. આ એપ એકદમ જૂની જમાનાની યાદ અપાવી દેશે. જાપાન અને સાઉથ કોરિયામાં આ એપનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે.

 એપની ખાસિયત

એક દિવસમાં માત્ર 24 ફોટો ક્લિક કરી શકશો.

કેમેરાની જેમ આ એપમાં વ્યુ ફાઈન્ડર પણ આપવામાં આવ્યું છે.

40 એમબીની સ્પેસ યુઝ કરે છે આ એપ.

એકદમ જૂના જમાના જેવો ફોટો દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp