Twitter પર કરો હવે મન ભરીને tweets

PC: imgix.net

આજકાલ સોશિયલ મીડિયામાં Twitter ઘણું ટ્રેન્ડમાં છે. કંઈ પણ થાય સૌથી પહેલા લોકો હેસટેગ કરીને Twitter પર tweet કરતા હોય છે. થોડા દિવસો પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા વિરોટ-અનુષ્કાએ પણ પોતાના લગ્નની જાહેરાત Twitter પર tweet કરીને જ કરી હતી.

તેવી જ રીતે Twitter તેના એપ્લિકેશનમાં નવા ફીચરનો ઉમેરો કર્યો છે. હાલમાં જ Twitterએ tweet માટે તેની 140 કેરેક્ટર અને ડિસપ્લે નેમના 20 કેરેક્ટરની લિમીટ વધારીને ક્રમશઃ 280 કેરેક્ટર અને 50 કેરેક્ટરની કરી છે. તેવી રીતે જ Twitterએ તેનું નવું ફીચર Tweetstorm લોન્ચ કર્યું છે. આ ફીચર એ લોકો માટે ગીફ્ટ સાબિત થશે જેઓ એક સાથે ઘણા Tweet કરે છે.

Twitterએ Tweetstorm ટર્મનો યુઝ ચેન Tweet માટે કર્યો છે. હવે Tweet કરતી સમયે Tweetવાળા બટનની જમણી બાજુએ +નું બટન બતાવશે, જેની પર ક્લિક કરીને તમે એક ચેઈનથી ઘણા બધા Tweet કરી શકશો. આ ફીચરની ટેસ્ટીંગ નવેમ્બર મહિનાથી શરૂ કરી દેવામાં આવી હતી.

હજુ પણ લાંબા Tweet માટે કંપનીએ 280 કેરેક્ટરની લિમિટ આપી છે, પરંતુ ઘણા લોકોને હજુ પણ સ્પેસની કમી થઈ રહી છે. કહી દઈએ કે Twitterએ આ ફીચરને thread નામ આપ્યું છે અને હાલમાં તેની ટેસ્ટીંગ વેબ વર્ઝન પર થી રહી છે. થોડા સમયમાં જ એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ માટે લોન્ચ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp