નડાલને હરાવી ફેડરર જીત્યો શાંઘાઈ માસ્ટર્સ ટાઇટલ

PC: shanghairolexmasters.com

36 વર્ષીય સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ પ્લેયર રોજર ફેડરરે શાંઘાઈ માસ્ટર્સની ફાઈનલમાં રફેલ નડાલને હરાવીને બીજીવાર ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ફાઇનલમાં તેણે વર્લ્ડ નંબર 1 નડાલને 1 કલાક 12 મિનિટના મુકાબલામાં 6-4, 6-3થી હરાવી દીધો હતો. આ સાથે જ ફેડરરે 2014 બાદ શાંઘાઈનું બીજીવાર ટાઇટલ જીતી લીધું હતું. ફેડરરે આ વર્ષના છઠ્ઠા ટાઇટલ પર પોતાનો કબજો કર્યો હતો. 2017માં ફેડરર 44 મુકાબલા જીતી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.