દિવાળીમાં એક જ દિવસમાં દીવ હોટફેવરીટ

PC: shoebytes.com

નવા વર્ષની ઉજવણી કરવા આ વખતે સૌરાષ્ટ્ર અને અમદાવાદના લોકોએ અચાનક દીવ પર પસંગદી ઢોળી છે. મોટા પ્રમાણમાં દીવ જઈ રહ્યાં છે. સામાન્ય રીતે છેલ્લાં બે વર્ષથી દીવ ફરવા અને મોજ કરવા જવાનું ટાળવામાં આવતું હતું. પણ આજથી ઘણાં લોકોએ એકાએક ફરવાના સ્થળ તરીકે દીવને પસંદ કર્યું છે. તેની પાછળનું કારણ દીવમાં બે વર્ષ પછી ફરીથી દારૂની દુકાનો 18 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે, તે છે.

સરર્વોચ્ચ અદાલતે એવો આદેશ આપ્યો હતો કે હાઈવેથી 500 મીટરના અંતરે દારૂની દુકાનો બંધ કરવી. તેના પગલે 99 દારૂની દુકાન બંધ કરવામાં આવી હતી. જ્યાંથી દારુ વેચી શકાતો ન હતો. દીવમાં 12 કી.મી.નો નેશલન હાઈવે પસાર થાય છે. જેની આસપાસ 500 મીટરમાં મોટાભાગનું દીવ આવી જાય છે. તેથી ત્યાં દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. જે હવે પુનઃ સમીક્ષા પછી ગાઈકાલથી ચાલુ થઈ છે. તેથી લોકોનો પ્રવાહ દીવ તરફ જઈ રહ્યો છે. હવે દારુના દુકાનદારોએ પણ પોતાનો ધંધો ફરીથી ચાલુ કરી દીધો છે.

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલ દીવના વહીવટકાર્તા છે. તેમણે જોયું કે દારુ બંધીના કારણે દીવનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગ્યો છે તેથી તેમણે દારુની દુકાનો ફરીથી ચાલુ થાય તે માટે પ્રયાસ કર્યા હતા. 99માંથી 85 દુકાનો શરુ થઈ ગઈ છે. બાકીની 14 દુકાનો પણ ચાલુ કરાવવા અને દારુ વેચવા માટે મંજૂરી આપવા માટે પ્રફુલ પટેલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. જે થોડા દિવસમાં શરુ થઈ જશે. 

હવે આબુ દારુ પીવા માટે નહીં જવું પડે હવે દીવ તે માટે ઉત્તમ સ્થળ બની રહ્યું છે. દીવ તરફ વાહન વ્યવહાર એકાએક વધી ગયો છે. તેની સાથે લોકો સિંહ દર્શન પણ કરી આવે છે. આમ એક માત્ર દારુના કારણે દીવ ફરી એક વખત ધમધમતું થઈ ગયું છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના રસીયાઓ હવે આબુ નહીં પણ દીવ જઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp