માત્ર દોઢ કલાકમાં પહોંચી જશો ભાવનગર, પણ કેવી રીતે?

PC: khabarchhe.com

ઘોઘા-દહેજ રો રો ફેરીનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર અને મુસાફરીનો સમય ઘટાડવાનો અને તે જ રીતે રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફીકને હળવો કરવાનું છે. આ બે સ્થળ વચ્ચેનું અંતર 360 કિલોમીટર છે જેમાં 8 કલાકનો સમય લાગે છે. જે આ ફેરી સર્વિસ શરૂ થતા ઘટીને માત્ર 31 કિલોમીટરનું અંતર અને મુસાફરીનો સમય દોઢ કલાક જ રહેશે.

ટર્મિનલ્સ પર ફેરી લાંગરવાની સુવિધા, વાહનોના સીધા લોડીંગની સુવિધા, મુસાફરોને આવાગમનની અને વહિવટી સુવિધાઓ સ્થાપવામા આવી છે અહીં 5 મીટરના ડ્રાફ્ટ વાળી ફેરી લાંગરવાની સુવિધા મળશે. ઉપરાંત વિશ્વના સૌથી લાંબા 96 મીટરના લિંક સ્પાનનું નિર્માણ કરવામા આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp