ગુજરાતના કચ્છનો રણ પ્રદેશ ધાન્ય પાકો માટે મશહૂર હતો

PC: Indian Express

કચ્છ વિસ્તારમાં આવતી ખીરસરા પુરાતત્વની સાઈટમાંથી મળેલા અનાજના દાણાનાં સંસોધન ઉપરથી જાણવા મળ્યું છે કે વર્તમાનમાં ભલે કચ્છમાં પાણી ભારે સમસ્યા હોય પરંતુ હજારો વર્ષો અગાઉ રાજ્યના સુકા રણ વિસ્તારમાં ઘઉં, જુવાર, બાજરો અને રાગી જેવા મુખ્ય ધાન્ય પાકોની ખેતી બહુ સરળતાથી થતી હતી.

બિરબલ સાહની સાઈન્સ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાંથી જાણકારી મળી છે. આ અંગેનું રીસર્ચ પત્ર સાઈન્ટીફિક જર્નલ પ્લસમાં તાજેતરમાં પ્રકાશિત થયું હતું. રીસર્ચ કરનાર ડો.રાજેશ અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં સાડા ચાર હજાર વર્ષ અગાઉ આબોહવા પરિવર્તન સહન કરી ચુક્યું છે. વીતેલા હજારો વર્ષોથી આ ક્ષેત્ર રણ બની ચુક્યું છે સુકાઈ ગયું છે પરંતુ ત્યાં એક સમય ઘઉંનો પાક થતો હતો.

ડો.અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે આ પહેલા એવું સંશોધન છે કે જેમાં જાણવા મળ્યું છે કે હડપ્પા સંસ્કૃતિ હજારો વર્ષો પહેલા આબોહવા પરિવર્તનની થપાટ ખાઈ ચુકી છે. તે દરમિયાન દુકાળ પડ્યો હતો જેમાં અફઘાનિસ્તાન, તુર્કી, ગ્રીસ અને ઈજીપ્ત જેવી સભ્યતા સમાપ્ત થઇ ચુકી છે.

જ્યારે ભારતમાં હયાત હડપ્પા સભ્યતા મોન્સુન પેટર્નમાં બદલાવ લાવ્યા બાદ કૃષિ ચક્રમાં ફેરફાર કરીને તેના અસ્તિત્વને બચાવવામાં સફળ રહી હતી. જળવાયું પરિવર્તનનાં માથા પરિણામોથી બચવા માટે સ્થાનિકોએ એવા પાકો લેવાનું શરુ કર્યા જે સુકા પ્રદેશમાં સરળતાથી વાવણી કરી શકાય.

શોધકર્તાએ એએસઆઈનાં પુરાતત્વની સાઈટમાંથી અનાજના દાણા એકઠા કરીને તેનું કાર્બન ડેટિંગ કરીને શોધ કરી છે કે વર્ષો અગાઉ કચ્છમાં ઘઉં અને જુવાર જેવા પાકોનું વાવેતર થતું હતું. આબોહવા પરિવર્તનથી કચ્છે ઘણું જ ખોઈ દીધું છે. કારણ કે ક્લાઈમેટ ચેઈન્જ પહેલાં કચ્છ પાસે જે સમૃદ્ધિ હતી તેનો નાશ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp