સિંહોની સંખ્યા 650 થઈ, બાળસિંહોની મસ્તીથી જંગલ ઉભરાયું

PC: News India Live.com

ગાંધીનગર- ગુજરાતના સાસણ ગીરમાં સિંહોની વસતી 650 થઇ હોવાનું અનુમાન રાજ્યના ફોરેસ્ટ વિભાગે લગાવ્યું છે અને કહ્યું છે કે 1936 પછી રેકોર્ડ બ્રેક સિંહોની સંખ્યા થઇ છે. ગીરના ફોરેસ્ટમાં હાલ 180 બાળ સિંહો મસ્તી કરી રહ્યાં છે.

સિંહોના મેટ પિડીયડ પછી જંગલમાં બાળ સિંહોની વસતી વધી છે. હવે ગીરનું જંગલ સિંહો માટે નાનું પડી રહ્યું છે. જંગલ વિસ્તારની આજુબાજુ પણ સિંહો વિહરી રહ્યાં છે. વન વિભાગ દ્વારા જુલાઇ મહિનામાં કરવામાં આવેલા આંતરિક વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 થી વધીને 650 થઇ હોવાનું અનુમાન છે.

બે વર્ષ પહેલાં સિંહબાળની સંખ્યા 125 નોંધાઇ હતી જે અત્યારે 180 જોવા મળે છે. હાલ પ્રત્યેક પૂનમના દિવસે 100 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી સિંહોની ગણતરી કરવામાં આવે છે. જો કે એવું પણ માનવામાં આવે છે કે વન વિભાગના આંકડા કરતાં પણ વધુ સિંહ સાસણ ગીરમાં વસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp