એક એવો દરિયા કિનારો જ્યાં રેતની બદલે જોવા મળશે શંખ

PC: wa.gov.au

દરિયા કિનારો હોય અને તમને એમ કહેવામાં આવે કે અહીં તમને રેતીને બદલે માત્ર નાની-મોટી સંખ્યામાં શંખ  જોવા મળશે તો કેવું લાગે. તમને થશે કોી તમારી સાથે મજાક કરી રહ્યું છે પરંતુ એવું કંી નથી. ખરેખરમાં રેતીના દરિયા કિનારાને બદલે શંખનો દરિયા કિનારો આવેલો છે. તો હવે વાત છે કે આવો દરિયા કિનારો આવ્યો કયા. તો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના શાર્ક બેમાં આવેલો શેલ બીચ. આ દરિયા કિમારે તમને કશે પણ રેતી જોવા મળશે નબીં પરંતુ માત્ર ને માત્ર વિવિધ શંખ જોવા મળશે.

આ બીચનો 37 કિમી જેટલો વિસ્તાર શંખથી ભરેલો છે. આ શંખ કોઈના નામના લાઈમસ્ટોનમાંથી બન્યા છે. વર્લ્ડ હેરીટેજ સાઈટ બન્યા પહેલા શાર્ક બે કોઈના માઈન અને બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો.
અમુક જગ્યાએ તમને મીટરની ઊંડાઈ સુધી શંખ જ જોવા મળશે. ઘણા ઓછી સંખ્યામાં તમને પ્રવાસીઓ જોવા મળશે. જો તમે ઓસ્ટ્રેલિયા જવાના હોવ તો આ બીચની ચોક્કસથી મુલાકાત લેજો.

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp