આ છે શિયાળામાં સ્નો વન્ડરલેન્ડમાં ફેરવાઈ જતી જગ્યાઓ

PC: scoopwhoop.com

એકદમ ઠંડી અને ચીલ વિન્ટરને દુર ભગાડવા માટે આપણે હોટ ચોકલેટ, ગરમ બ્લેન્કેટ્સ અને બોનફાયર પાર્ટીઓનો સહારો લેતા હોઈએ છે. પરંતુ આ સમય દરમિયાન તમે ઘણી બધી એવી બ્યુટીફુલ પ્લેસીસની મુલાકાત લઈ શકો છો, જે શિયાળા દરમિયાન કંઈક અલગ જ લુક ધારણ કરી લે છે. અહીં એવી જ કેટલીક જગ્યાઓ અંગે વાત કરવામાં આવી છે જે શિયાળા દરમિયાન તમને અલગ જ દુનિયાનો અનુભવ કરાવશે.

શિકાગો, યુએસએ

અમેરિકાની વીન્ડી સીટી શિકાગો શિયાળા દરમિયાન એકદમ સુંદર સીટીમાં ફરેવાઈ જાય છે કારણ કે શિયાળાની કાતિલ ઠંડીથી મિશીગન લેક અડધુ થીજી જાય છે અને શહેરના દરેક રસ્તાઓ વધારે સુંદર દેખાવા લાગે છે.  

ટેલ્લીન, ઈસ્ટોનીયા

ઈસ્ટોનીયાનો લાંબો શિયાળો તેના સૌથી જુના ટાઉનને એક મેજીકલ બરફના મહેલમાં ફેરવી દે છે. કિલ્લાવાળું આ ટાઉનમાં જો તમે શિયાળા દરમિયાન મુલાકાત લો તો તેમે કોઈ ફેન્ટસી લેન્ડમાં ફરી રહ્યા હોવ તેવો અનુભવ થશે.

યોશેમીટી, કેલિફોર્નિયા

યોશેમીટી નેશનલ પાર્ક શિયાળા દરમિયાન તેના લાંબા રેડવુડ વૃક્ષો અને બરફાચ્છાદિત ખીણથી એકદમ આકર્ષક લાગે છે.

કાશ્મીર, ભારત

દુનિયાનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર શિયાળા દરમિયાન તમને અલગ જ દુનિયામાં હોવાનો અનુભવ કરાવે છે. બરફથી ઢંકાયેલા ઘરો, ડાર્ક-વુડ ટ્રી, ફ્રોઝન લેક અને બરફની ચાદર ઓઢેલા પર્વતો તમને પોતાની તરફ આકર્ષિત કરતા હોય તેમ લાગશે.

પ્રાગ, ચેક રિપ્બલિક

શિયાળા દરમિયાન પ્રાગ સ્નો-ગ્લોને પ્રોત્સાહન આપતું હોય તેવું લાગે છે. અહીંનુ મધ્યકાલીન આર્કીટેક્ચર અને વુડન હટ્સ તમને બરફમાં કંઈક અલગ જ ફીલ કરાવશે.

લેપલેન્ડ, ફિનલેન્ડ

શિયાળામાં ફિનલેન્ડના લેપલેન્ડમાં તમને ડાર્ક રાત શિવાય બરફની ચાદર ઓઢેલા આ શહેરમાં રાતે આકાશમાં જોવા મળતી નોર્થન લાઈટ્સનો અનુભવ કંઈક અલગ જ છે.

સ્ક્લોસ ન્યુસ્વાન્સ્ટેઇન, જર્મની

આ શહેરમાં આવેલા પર્વતની ટોચ પર આવલો ગ્રાન્ડ મહેલ શિયાળા દરમિયાન બરફથી ઢંકાઈ જતા જાણે તમે કી ફેરી ટેલ વાંચી રહ્યા છો અને તેમાં આવા જ મહેલની વાત કરવામાં આવી હોય તેવું લાગે છે.

હાર્બીન, ચાઈના

ચીનના હાર્બીન શહેરમાં દર વર્ષે આઈસ એન્ડ સ્નો ફેસ્ટીવલનું આયોજન થાય છે. સ્નો લવર્સ માટે જન્નત સમાન આ ફેસ્ટીવલની મુલાકાત એક વાર તો લેવી રહી. આ ફેસ્ટીવલમાં તમને બરફની દરેક જાતની ડિઝાઈન અને ફોર્મ જોવા મળશે.

ક્વીન્સટાઉન, ન્યુઝીલેન્ડ

ક્વીન્સટાઉનમાં શિયાળો મે મહિનાથી સપ્ટેમ્બર સુધી ચાલે છે અને તેને લીધે અમુક જગ્યાઓ બરફમાં ભવ્ય લાગે છે. અને અહીં શિયાળા દરમિયાન વિન્ટર ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવે છે.

ન્યુ યોર્ક, યુએસએ

ન્યુ યોર્કની સ્ટ્રીટ્સ અને સ્કાઈલાઈન પહેલેથી લોકોના એટ્રેક્શનનું કારણ બને છે, તેવામાં વિન્ટર દરમિયાન તેનો નીખાર વધુ નીખરી જાયે છે, શિયાળા દરમિયાન અહીં ઘણા બધા એડવેન્ચર અને ફન એક્ટીવીટીઝ કરવામાં આવે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp