ટ્રાવેલિંગ દરમિયાન થતી ગભરામણને દૂર કરવાના સરળ રસ્તાઓ

PC: rac.com.au

ઘણા બધા લોકોને મોશન સીકનેસ એટલે કે ટ્રાવેલિંગ દરમિયાન તેમને કંઈ ચેન પડતું હોતું નથી થવા તો ગભરામણ થતી હોય છે. જો તમને પણ કાર, બસ અથવા પ્લેનમાં ટ્રાવેલ દરમિયાન માથાનો દુખાવો, ઉલટી અથવા ગભરામણ થવાની ફરિયાદ હોય તો અહીં એવી કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જેનાથી તમને આ સમસ્યામાંથી છૂટકારો મળશે અને આરામથી તમે તમારા પરિવારજનો અથવા મિત્રઓ સાથએ ટ્રાવેલિંગની મજા માણી શકશો.

જો તમે ટ્રાવેલિંગ કરવાના હોવ તેના થોડા સમય પહેલા આદુને ખાવાનું રાખવું જોઈએ. આદુની ચા, આદુનુ પાણી અથવા બીજી કોઈ પણ વસ્તુમાં તેનો ઉપયોગ કરી ખાવાથી તે તમને તમારા ટ્રાવેલિંગ દરમિયાન મોશન સીકનેસને લાંબા સમય સુધી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

જો તમને મોશન સીકનેસની સમસ્યા હોય તો તમારે ટ્રાવેલિંગ પહેલા ક્યારેય પેટ ભરીને ખાવું જોઈએ નહીં અને ખાસ કરીને મુસાફરી પહેલા જંકફૂડને ખાવાનું ટાળવું જોઈએ. જો તમે આમ ન કરશો તો તમને ઈલટી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. માટે ટ્રાવેલિંગ પહેલા હળવો નાસ્તો કરવો જોઈએ.

જો તમારું ટ્રાવેલિંગ લાંબા સમય માટેનું હોય તો તમારે બને ત્યાં સુધી ડ્રાઈવર સીટની બાજુની સીટ પર જ બેસવાનો આગ્રહ રાખવો જોઈએ. અગર જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો તો પણ આગળની 3-4 સીટ પર જ બેસવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને અગર તમને ઉલટી જેવું લાગે તો વારંવાર આગળ જવું ન પડે અને જો તમે પાછળની સીટ પર બેસશો તો શક્ય છે કે પાછળ વધુ ઝટકા લાગવાને લીધે પણ તમને મોશન સીકનેસની સમસ્યામાં વધારો થઈ શકે છે.

ટ્રાવેલિંગ દરમિયાન ફુદીનાની ચા પીતા રહેવું જોઈએ. જો તમને ચા પીવાની પસંદ ના હોય તો તમે ફુદીનાની ચોકલેટ થવા બીજી કોઈ આઈટમ પણ ખાઈ શકો છો. આ સિવાય મિન્ટના તેલની સુગંધથી પણ તમને સમસ્યામાંથી છૂટકારો મળી શકશે.

ટ્રાવેલ દરમિયાન ઘણા લોકોને સૂઈ જવાની ટેવ હોય છે પરંતુ જો તમને મોશશ સીકનેસ હોય તો તમારે ઊંઘવાને બદલે પરિવારજનો થવા મિત્રો સાથે વાત કરવી જોઈએ, જેથી તમારું ધ્યાન બીજે જતું  રહે અને તમને તમારી સમસ્યામાંથી છૂટકારો મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp