ટ્રાવેલિંગ દરમિયાન આ ભૂલો કરે છે યાત્રીઓ

PC: packnfly.in

ફરવાનો ઉત્સાહ તમામ લોકોને હોય છે, પરંતુ ક્યારેક લોકો આ ઉત્સાહમાં ઘણી ભૂલો કરી બેસે છે. આ ભૂલોથી તેમના પ્રવાસની મજા બગડી જાય છે. આવી જ કેટલીક ભૂલ અહીં દર્શાવવામાં આવી છે જે યાત્રીઓ અવારનવાર કરતા આવ્યા છે.

  • લોકોએ પોતાની ટિકિટની પ્રિન્ટ આઉટ રાખવી જોઈએ. આ ઉપરાંત તેમણે આ પ્રિન્ટની એક કોપી ઈમેલ કરવી જોઈએ અને એક કોપી પોતાના મોબાઈલ ફોનમાં પણ રાખવી જોઈએ. જેથી જરૂરિયાતના સમયે ટિકિટ હાથવગી મળી રહે.
  • આ ઉપરાંત યાત્રીઓએ તમારી રીઝર્વેશનની એક હાર્ડ કોપી બનાવી પોતાની પાસે રાખવી જોઈએ, કેમકે ક્યારેક જો ફોન કનેક્ટ નહીં થાય અથવા મોબાઈલ ડેટાનો ઉપયોગ ન થઈ શકે ત્યારે આ હાર્ડ કોપી મદદગાર સાબિત થઈ શકે છે.
  • ક્યારેય પણ બહાર જતા સમયે વધુ પડતી પેકિંગ કરવી નહીં જોઈએ કેમકે પ્રવાસ દરમિયાન તમને ઘણીવાર બેગ ખાલી કરી ફરી ગોઠવવાનું કામ કંટાળાજનક બને છે.
  • આ ઉપરાંત જો તમે વિદેશ ફરવા જઈ રહ્યા હોવ તો તમારે તમારા વિઝાની રીક્વાયરમેંટ જોઈ લેવી જોઈએ. નહિંતર આગળ જતા સમસ્યા સર્જાય શકે છે.
  • વિદેશમાં ફરવા જતા પહેલાં તમારે તમારો ફોન પ્લાન ચેક કરાવી લેવો હિતાવહ છે, નહિંતર પ્રવાસ પૂરો કરી આવ્યા બાદ લોકોને 5000 થી 6000નું બિલ ચૂકવવું પડે છે. આમ, ત્યાં જતા પહેલાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર સાથે વાત કરી પ્લાન બદલી લેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp